ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે મારી દીધા તાળા

ગુજરાતની ઐતિહાસિક 1946માં સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે તાળા મારી દેવાનું પાપ કર્યું છે. જેના લીધે વ્યાજબી ફીમાં આયુર્વેદકના સ્નાતક…

ગુજરાતની ઐતિહાસિક 1946માં સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે તાળા મારી દેવાનું પાપ કર્યું છે. જેના લીધે વ્યાજબી ફીમાં આયુર્વેદકના સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસક્રમોની તક છીનવાઈ હોવાનો ગંભીર આરોપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સૌથી જુનામાં જુની 1946માં સ્થપાયેલી શ્રી ગુલાબ કુવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય પ્રતિષ્ઠિત આયુર્વેદિક સંસ્થા કે જેમાં દર વર્ષે મેરીટ ધરાવતા ઉત્તમ 60 આયુર્વેદિક ડોક્ટરો તૈયાર કરવાની મહત્વની કામગીરી થતી હતી.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 21-11-2020ના રોજ એક પરિપત્રથી રાષ્ટ્રીય દરજ્જાનો નિર્ણય કર્યો, જેમાં તમામ મિલકતો રૂૂપાંતર કરવામાં આવી પણ આજે પાંચ પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં 60 વર્ષ જૂની ઐતિહાસિક સ્નાતક-અનુસ્નાતક આયુર્વેદિક કોલેજ શરૂૂ કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી જે ઘણી જ ગંભીર બાબત છે.ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી એક્ટ 2021ની કલમ ચાર અન્વયે હેડક્વાર્ટર સ્થળ નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી એક્ટ 2021ની કલમ 8(2) મુજબ ગુજરાત સરકાર કક્ષાએથી સ્નાતક (ઞૠ) કોન્સ્ટીટ્યુટ કોલેજનો નિર્ણય કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી એક્ટ 2021ની કલમ 36(2) મુજબ ગુજરાત સરકારની કક્ષાએથી અનુસ્નાતક (-) કોલેજ અથવા પીજી સેન્ટરનો નિર્ણય કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. એટલે કે કાયદો અમલ આવ્યાના પાંચ-પાંચ વર્ષ વિતી ગયા છતાં રાજ્ય સરકાર આર્યુવેદ કોલેજ સ્નાતક-અનુસ્નાતક અને હેડક્વાર્ટર અંગે નિર્ણય કરતી નથી અથવા તો જાણી જોઈને વ્યાજબી ફીમા આર્યુવેદા શિક્ષણથી ગુજરાતના વિદ્યાર્થીઓને વંચિત રાખવાનું પાપ કરી રહી છે.

ગુજરાતમાં છેલ્લા દશ વર્ષથી આર્યુવેદા કાઉન્સીલ દ્વારા ગુજરાતની કોલેજોને મંજુરીમાં અતિવિલંબ કરીને પ્રવેશ પ્રક્રિયાને ખોરંભે પાડી રહી છે. સરકારી-ગ્રાન્ટેડ કોલેજોને તાળા મારીને ખાનગી આર્યુવેદ કોલેજોને 3.80 લાખ થી 9 લાખ જેટલી માતબર ફી ઉઘરાવવાના લૂંટના લાયસન્સ ભાજપ સરકારે આપી દીધા છે જે ઘણી જ ગંભીર બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *