રાજયના પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ચાર મહાનગરના પોલીસ કમિશનર સાથે 9 રેન્જના આઈજી સહિતના અધિકરીઓ ઉપસ્થિત રહેશે
રાજયના પોલીસ વડા વીકાસ સહાય આવતીકાલે વધુ એક વખત રાજકોટ આવી રહ્યા છે. ડીજીપી તરીકે ચાર્જ લીધા બાદ વિકાસ સહાય ગત મે-2023માં પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજી હતી ત્યાર બાદ દોઢ વર્ષ પછી ફરી રાજકોટ ખાતે રાજય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પ્રથમ વખત ગુજરાત સ્ટેટની ક્રાઈમ કોન્ફરન્સ યોજાનાર હોય જેમાં ગુજરાતના ચારેય મહાનગરના પોલીસ કમિશ્નર તેમજ 9 રેન્જ આઈજી તેમજ સી.આઇ.ડી. ક્રાઇમ, ટેકનિકલ સેવાઓ, કોસ્ટલ સિક્યુરિટીના વડાઓ ઉપસ્થિત રહશે. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા તેમજ મંદિરો તેમજ ગેસ પ્લાન્ટની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા અણઉકેલ બનાવોમાં પોલીસે કરેલી કામગીરી બાબતે ચર્ચા કરી તેની સમીક્ષા કરવામાં આવશે.
રાજકોટમાં સ્ટેટ લેવલનની પોલીસ વડાની કોન્ફરન્સને લઇ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.ગુજરાતના પોલીસ વડા બન્યા બાદ વિકાસ સહાય દ્વારા ગત 15/3/2023ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના અધિકરીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી ત્યાર બાદ 17 મહિના પછી કાલે 20/12/2024ના રોજ પ્રથમ વખત ગુજરાત રાજયની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામ આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાનાર ગુજરાતની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક,વડોદરા પોલીસ કમિશ્નર નરસિંહમ્હા કોમાર,સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, અમદાવાદ રેન્જ આઈજી જે.આર.મોથલીયા ,વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ, સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, જૂનાગઢ રેન્જ આઈજી નીલેશ ઝાંઝડિયા, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી અને રેન્જ આઈજી રેલ્વે રેન્જ આઈજી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ડીજીપી વિકાસ સહાયનું પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવશે અને સવારે 11 વાગ્યાથી શરુ થનાર આ ગુજરાત સ્ટેટ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ સાંજ સુધી ચાલશે. ગુનાખોરીના આંકડા તેમજ ગુનાઓની થિયરી ઉપર સમીક્ષા કરી અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢપણે જળવાઇ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા કરી જરૂૂરી સૂચનો આપશે.
ક્રાઇમ કોન્ફરન્સને લઈને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,રેન્જ આઈજી અશોકકુમાર યાદવ,શહેર પોલીસ વિભાગના ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજનસિંહ પરમાર, ડીસીપી પૂજા યાદવ ઉપરાંત શહેર પોલીસના તમામ અધિકરીઓ સહીતનો સ્ટાફ તૈયારીઓ માટે કામે લાગ્યો છે.
