ગુજરાતમાં હજુ 10 વર્ષની બાળકી પર કંપાવનારો દુષ્કર્મનો કિસ્સો લોકોના મગજમાંથી ગયો નથી. ત્યારે ભરૂૂચના આમોદનો અન્ય એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરુચના આમોદમાં 35 વર્ષના યુવકે 75 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ છે. આ સમાચાર સામે આવતાની સાથે આખા પંથકમાં ચકચાર મચી છે અને ગુજરાતમાં કાયદો- વ્યવસ્થાના શાસન સામે અનેક સવાલો ઉઠવા માંડયા છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં રહેતા વૃધ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ બાબતે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતની ફરિયાદ નોંધાતા ભરૂૂચની એલસીબી તથા એસોજીની ટીમે શૈલેષ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોકાવનારી વાત એ છે કે, આ અગાઉ શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર દોઢ એક વર્ષ પહેલાં પણ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ આરોપી જામીન પર છૂટી જતાં ફરી વાર આ કૃત્યને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે. જંબુસરના ડીવાયએસપી, પી. એલ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, આ કામના તોહમતદારે લગભગ દોઢ વર્ષ પહેલા આ ફરિયાદી બહેન પર જ દુષ્કર્મ આચર્યુ હતુ.
જે મામલે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જામીન પર છૂટ્યો હતો. ત્યારે ફરીવાર તે બહેન સાથે દુષ્કર્મ કર્યુ છે. નોંધનીય છે કે, આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂૂચ જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલગ અલગ ટિમો બનાવી દુષ્કર્મીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.