ફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોની

હાર્દિક, બુમરાહ, અક્ષર પટેલ છવાયા 10મા ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને રવિવારે અમદાવાદ માં ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટેડિયમના મેદાન…

હાર્દિક, બુમરાહ, અક્ષર પટેલ છવાયા

10મા ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને રવિવારે અમદાવાદ માં ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટેડિયમના મેદાન પર રમાયેલી ન્યૂ ઝીલેન્ડ સામેની ભારતની ફાઇનલમાં યોગાનુયોગ ગુજરાત રાજ્યના ત્રણ બોલરોની બોલબાલા હતી. ન્યૂ ઝીલેન્ડે 256 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19 ઓવરમાં 159 રનમાં જે 10 વિકેટ ગુમાવી એમાંથી આઠ વિકેટ ગુજરાતના જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ લીધી હતી. એક-એક વિકેટ વરુણ ચક્રવર્તીને અને અભિષેક શર્માને મળી હતી. બુમરાહ અમદાવાદનો જ છે, જ્યારે અક્ષર આણંદનો અને હાર્દિક વડોદરાનો છે.

બુમરાહે શરૂૂઆતથી છેક સુધી કિવી બેટ્સમેનો પર અંકુશ જાળવ્યો હતો અને ફક્ત 15 રનમાં ચાર વિકેટ લીધી હતી જે બદલ તેને મેન ઑફ ધ ફાઇનલનો અવોર્ડ મળ્યો હતો. તેણે ચારમાંથી ત્રણ કિવી બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા. લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલે 27 રનમાં ત્રણ વિકેટ લઈને ટીમને જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે એક બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો અને હાર્દિકે પણ ક્લીન બોલ્ડમાં વિકેટ લીધી હતી. ઓપનર ફિન ઍલનની સૌથી મહત્ત્વની વિકેટ અક્ષર પટેલે અપાવી હતી, જ્યારે ડેરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સ તેના બીજા બે શિકાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *