ગુજરાત રાજ્યનું બજેટ એક દિવસ મોડું રજૂ કરાશે

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને કામચલાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. સત્રની…

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને કામચલાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. સત્રની શરૂૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થશે, ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવસાન પામેલા પૂર્વ સભ્યોને લઇ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરશે.
મુખ્યમંત્રીના શોકદર્શક ઉલ્લેખ અને પ્રસ્તાવ રજૂ કર્યા બાદ નાણાં મંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું બજેટ રજૂ કરશે. રાજ્યપાલ ના સંબોધન પર ચર્ચા, માંગણીઓ પર ચર્ચા સહિત રજાઓ અને બેઠકો બાબતે વિસ્તૃત સભાની તારીખો જાહેર કરવામાં આવી છે.

અગાઉ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેરાત કરાઇ હતી કે નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત પાંચમી વખત 17 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરશે પણ હવે બજેટ 18 ફેબ્રુઆરી, બુધવારના રોજ રજુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *