નવા MSME ઉદ્યોગો શરૂ કરવામાં ગુજરાત 9માં સ્થાને ધકેલાયું

અનેક યોજનાઓ અને વાઇબ્રન્ટ સમિટોમાં રોકાણકારો માટે લાલ જાજમ બિછાવવા છતાં સૌથી વધુ રોજગારી આપતા સેકટરમાં પીછેહઠ, પશ્ર્ચિમ બંગાળ દેશભરમાં મોખરે ગુજરાતમાં ઔદ્યોગીક વિકાસ માટે…

અનેક યોજનાઓ અને વાઇબ્રન્ટ સમિટોમાં રોકાણકારો માટે લાલ જાજમ બિછાવવા છતાં સૌથી વધુ રોજગારી આપતા સેકટરમાં પીછેહઠ, પશ્ર્ચિમ બંગાળ દેશભરમાં મોખરે

ગુજરાતમાં ઔદ્યોગીક વિકાસ માટે સરકાર વાઇબ્રન્ટ સમીટો યોજી યોજનાઓ બનાવી રહી છે. આમ છતાં સૌથી વધુ રોજગારી આપતા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો નવા શરૂ થવામાં ગુજરાત છેક નવમાં સ્થાને ધકેલાઇ ગયું છે. નવા એમએસએમઇ શરૂ કરવામાં ગુજરાત કરતા બિહાર અને પશ્ચિમ બંગાળ પણ આગળ નીકળી ગયા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતમાં જેને સૌથી વધુ વગોવવામાં આવે છે તે પશ્ચિમ બંગાળ નવા એમએસએમઇ શરૂ કરવામાં દેશભરમાં નંબર વન છે.


ગુજરાત દેશનું ટોચનું ઔદ્યોગિક રાજ્ય હોવાનો દાવો રાજ્ય સરકાર અવારનવાર કરતી હોય છે પરંતુ છેલ્લા બે વર્ષમાં લોકોને સૌથી વધુ રોજગારી જેમાંથી મળતી હોય છે તેવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઇ) ઉદ્યોગો નવા શરૂૂ થવામાં અન્ય રાજ્ય કરતા ગુજરાત બહુ પાછળ પડી ગયું હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. તે સાથે ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું કેન્દ્ર સરકારનું આહવાન છે તેમાં ગુજરાત મહત્ત્વનો ફાળો આપશે તેવા દાવા રાજ્ય સરકારના મોવડીઓ કરે છે, પરંતુ ગુજરાતમાં નવા એમએસએમઇ શરૂૂ થવામાં મોટી પ્રગતિ થઇ રહી નથી.દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં ઉદ્યોગ જગતની વાસ્તવિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી કેવી છે તેનું ચિત્ર લોકસભામાં ગેનીબેન ઠાકોર સહિતના સભ્યો દ્વારા પૂછાયેલા સવાલના ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા અપાયેલા જવાબમાં સ્પષ્ટ થયું છે.

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે પરંતુ પાયાના ઉદ્યોગો અને જેના કારણે કૌશલ્યસભર કર્મીઓને રોજગારી અને નાના ધંધાર્થીઓને કામ મળતું હોય છે તેવા એમએસએમઇની સ્થિતિ અંગે ઉદ્યોગ તંત્ર કોઇ સંજ્ઞાન લઇ રહ્યું છે કે કેમ તે સવાલ પણ ઊભો થયો છે.


વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ના 24 નવેમ્બર સુધી ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નવા એમએસએમઇ ઉદ્યોગોની નોંધણી થાય છે તેમાં ગુજરાત કરતા જે રાજ્ય આગળ છે તેમાં નોંધપાત્ર તફાવત છે. બિહારમાં પણ ગુજરાત કરતા વધુ ચાલુ વર્ષે નોંધાયા છે. પશ્વિમ બંગાળમાં ગુજરાત કરતા અનેકગણાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *