રાજુલામાં સૌથી વધુ 3.4 ઇંચ, ખાંભામાં 2.9, તળાજામાં 2.4, જાફરાબાદ-રાજકોટ-મહુવામાં 2 ઇંચ, આજે 4 જિલ્લામાં યલો એલર્ટ
સૌરાષ્ટ્ર-ગુજરાતને કમોસમી વરસાદ સતત ધમરોળી રહયો છે અને નવેમ્બરનો પ્રારંભ થવા છતાં હજુ ચોમાસુ જામેલુ ન રહયુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 141 તાલુકાઓમા સામાન્ય ઝાપટાથી માંડી 3.4 ઇંચ સુધી કમોસમી વરસાદ નોંધાયો છે.
આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 127.57 ટકા થઇ ગયો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 150 ટકા, નોર્થ ગુજરાતમા 127 ટકા , ઇસ્ટ ગુજરાતમા 126 ટકા, સૌરાષ્ટ્રમાં 122 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટકા વરસાદ નોંધાયો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિ.મી. દૂર છે. જેના પગલે ગુજરાતમા માવઠુ જામ્યુ છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતવારણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ડિપ્રેશનના પગલે આગામી 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.
જોકે, આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે-ધીમે નબળી પડશે.અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિ.મી. દૂર છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતવારણ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ડિપ્રેશનના પગલે 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે-ધીમે નબળી પડશે સૌથી વધુ રાજુલામાં 3.4 ઇંચ વરસાદ, ખાંભામાં 2.9 ઇંચ,તળાજામાં 2.4 ઇંચ વરસાદ, જાફરાબાદમાં 2 ઇંચ,મહુવામાં 1.9 ઇંચ વરસાદ, ઉનામાં 1.6 ઇંચ ,ભાણવડમાં 1.5 ઇંચ વરસાદ, પડધરીમાં 1.1 ઇંચ, ખંભાળીયામાં 1.1 ઇંચ વરસાદ, લીંબડી ,ચોટીલા ,નાંદોદમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.
આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.
ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા કુદરત જાણે રૂૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિ વચ્ચે ગતરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકામાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ દરમિયાન સર્જાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અવારનવાર હળવા અને ભારે વરસાદી ઝાપટા વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ વચ્ચે ગઈકાલે સાંજે પણ ખંભાળિયામાં વાદળછાયા માહોલ વચ્ચે કમોસમી વરસાદી છાંટા શરૂૂ થયા હતા. જેમાં રાત્રે ધોધમાર સવા ઈંચ (29 મી.મી.) સાથે આજે સવારે પણ હળવા ઝાપટા વરસતા કુલ 30 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે.
આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રે ધોધમાર દોઢ ઈંચ (38 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો હતો. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ભારે ઝાપટા રૂૂપે આજે સવાર સુધીમાં 18 મીલીમીટર પાણી પડી જતા ઠેર ઠેર માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આટલું જ નહીં નાના-મોટા જળ સ્ત્રોતો પણ ઓવરફ્લો બની રહ્યા હતા.
