રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GSTવિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજશ્રી બ્રાન્ડ પર કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. GSTવિભાગની કામગીરીથી પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્ય ૠજઝવિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે, 24મી ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ સ્થિત નસ્ત્રરાજશ્રીસ્ત્રસ્ત્ર બ્રાન્ડના પાન મસાલા અને ફ્લેવર્ડ તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને લગભગ રૂૂ. 1.93 કરોડ અને કુલ જવાબદારી લગભગ રૂૂ. 3.39 કરોડની ગણતરી કરવામાં આવી છે. રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી તિજોરીના રક્ષણ માટે વેપારીઓ સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે સ્ટેટ ૠજઝવિભાગ અલગ અલગ બ્રાન્ડના પાન મસાલા હોય કે મોબાઈલ હોય કે બિઝનેસ ટુ કસ્ટમર સુધી વેચાણ કરતા વેપારીઓની અલગ અલગ વસ્તુઓ હોય તમામ વેપારીઓ મામલે અને તેમના દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારોની વિગતો તપાસવામાં આવે છે અને આવા વેપારીઓની જે બાતમી મળી આવે તેવા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. GSTવિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાથી જ સ્ટેટ GSTવિભાગ દ્વારા અલગ અલગ દિવસોમાં વિવિધ એકમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં લગ્ન પ્રસંગ સંબંધિત ચીજોનું વેચાણ કરતા વેપારીઓ તેમજ વેડિંગ ગારમેન્ટસના વેપારીઓને ત્યાં પણ સર્ચ કરીને કરચોરી પકડી હતી. આ વેપારીઓ સામે તપાસ કરતા બિલ વગર વેચાણનો પર્દાફાશ થયો હતો.
