મનરેગા કૌભાંડ બાદ યોજનામાં રૂા.45 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

  ગુજરાતમાં દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનરેગા કૌભાંડ…

 

ગુજરાતમાં દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરીનો મામલો સામે આવ્યો છે. SGST વિભાગે મનરેગા યોજનામાં કરોડોની કરચોરી પકડી છે. દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી અને બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર ઓછુ બતાવતા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મનરેગા કૌભાંડમાં ભરૂૂચ અને દાહોદ સહિતના વિસ્તારોમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી ચાલુ છે. તેવામાં રાજ્યમાં SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે. SGST વિભાગે દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. આ કરદાતાઓએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી. આ ઉપરાંત બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર પણ ઓછું બતાવ્યું હતું. SGST વિભાગે તપાસ કરીને કરોડોની કરચોરી પકડી પાડી છે.

મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરી ઝડપાઈ છે.SGST વિભાગે મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે. મનરેગા યોજના થકી કરચોરી કરનાર દાહોદ અને વેરાવળના ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરાઈ છે. કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવી તેમજ બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછું દર્શાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. આ સાથે જ કરદાતાઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અનઅધિકૃત અને અયોગ્ય લાભ લેતા હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *