ભારત-ચીન વચ્ચે વધતી નિકટતા, બ્રિકસ સમિટમાં જિનપિંગ ભારત આવશે

દ્વિપક્ષીય સહયોગને વધારવાના પ્રયાસો અને બંને દેશો વચ્ચે તાજેતરમાં સુધરેલા સંબંધો વચ્ચે, ભારત અને ચીન 16-17 એપ્રિલના રોજ તેમની પ્રથમ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) દ્વિપક્ષીય…

દ્વિપક્ષીય સહયોગને વધારવાના પ્રયાસો અને બંને દેશો વચ્ચે તાજેતરમાં સુધરેલા સંબંધો વચ્ચે, ભારત અને ચીન 16-17 એપ્રિલના રોજ તેમની પ્રથમ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) દ્વિપક્ષીય સંવાદ યોજાઈ હતી. 2024માં પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધના ઉકેલ પછી, આ પગલાને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સુધારવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.

વિદેશ મંત્રાલય (ખઊઅ) દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ, બંને દેશોના પ્રતિનિધિઓએ SCO નેતાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના અમલીકરણ અને સંગઠનના ભાવિ રોડમેપ અંગે પોતપોતાના મંતવ્યો શેર કર્યા. ભારત અને ચીન SCO સંબંધિત બાબતો પર પરસ્પર પરામર્શ અને સહયોગ ચાલુ રાખવા અને વધુ મજબૂત બનાવવા સંમત થયા.

બંને દેશોના પ્રતિનિધિ મંડળોએ સંયુક્ત રીતે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જ સાથે મુલાકાત કરી. આ બેઠક દરમિયાન, SCO માળખામાં સહકાર અંગે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી – જેમાં સુરક્ષા, વેપાર, કનેક્ટિવિટી અને બંને દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોનો સમાવેશ થાય છે.

2024 માં સરહદ વિવાદના ઉકેલ પછી, બંને દેશો ઇછઈંઈજ અને SCO જેવા આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય પ્લેટફોર્મ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. ગયા વર્ષે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લીધી હતી.

બેઇજિંગે ભારતના વર્તમાન બ્રિક્સ અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે. આ સંદર્ભમાં, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી 14-15 મેના રોજ બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક માટે ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
વધુમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સપ્ટેમ્બરમાં યોજાનારી મુખ્ય બ્રિક્સ સમિટ માટે ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *