લગ્નના 15 દિવસ પહેલા વરરાજાનું અકસ્માતમાં મૃત્યુ

ભાવનગર-સોમનાથ હાઇવે પર હિંડોરણા ગામના યુવકને નડેલો અકસ્માત ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક કડીયાળી ગામ પાસે આવેલ દર્શન હોટલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત…

ભાવનગર-સોમનાથ હાઇવે પર હિંડોરણા ગામના યુવકને નડેલો અકસ્માત

ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક કડીયાળી ગામ પાસે આવેલ દર્શન હોટલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ મનસુખ ભોળાભાઈ મકવાણા (ઉમર અંદાજે 30 વર્ષ) તરીકે થઈ છે. તેઓ રાજુલા નજીક આવેલા હિંડોરણા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

દુ:ખની વાત એ છે કે મૃતક યુવાનના લગ્ન આવનારી 12 ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન પ્રસંગમાં યોજાવાના હતા, પરંતુ તે પહેલાં જ આ કરૂૂણ અકસ્માતે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માતની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત કેવી રીતે બન્યો તેમજ અજાણ્યા વાહન વિશે માહિતી મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી હિંડોરણા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *