મોરબીના જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન મામલે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જે આંદોલન સાથે વિવિધ કાર્યક્રમો કરી સરકાર અને ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેમાં બુધવારે સવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પને 24 કલાક પૂર્ણ થયા પૂર્વે જ 5551 બોટલ રક્તની એકત્ર કરવામાં આવી હતી અને વિશ્વ રેકોર્ડ સર્જાયો છે.
મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને રક્તદાન કરવા અને આંદોલનને સમર્થન કરવા આહ્વાન આપવામાં આવ્યું હતું મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતના 12 સ્થળેથી બ્લડ બેન્કના સહયોગથી મહા રક્તદાન કેમ્પ બુધવારે શરુ કરવામાં આવ્યો હતો સાંજ સુધી રક્તદાન એકધારું ચાલુ રહ્યું હતું અને રાત્રીના તો રકતદાતાઓનું રીતસરનું ઘોડાપુર જોવા મળ્યું હતું રક્તદાન કરવા રકતદાતાઓએ લાઈનો લગાવી દેતા ક્યાય ઉભા રહેવા કે બેસવા જેટલી જગ્યા બચી ના હતી.
અગાઉ રીબડા ગામે સૌથી વધુ રક્તદાનનો વિશ્વ વિક્રમ નોંધાયેલો છે અને આયોજકોએ તે રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચવાના શુભ આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને જેતપર ઉપવાસ આંદોલનમાં 5551 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી છે અને નવો ઈતિહાસ મોરબીના જેતપર ગામના નામે લખાઈ ચુક્યો છે.
જેતપર ગામે આજે ઉપવાસ છાવણી મા ધુન ભજન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેમજ મોરબી . ઘુંટુ. માણાબા .વિજયનગર સહીત ગામો ની મહીલા મોટી સંખ્યા મા બસો ના કાફલા ભરી જેતપર પહોચી ખેડૂત આંદોલન ને સમર્થન આપીયુ હતુ તેમજ મોરબી જીલ્લા વિવિધ ગામો ના ખેડૂતો એ જેતપર આંદોલન ને સમર્થન આપીયુ છે આંદોલન દિન પ્રતિદિન વધુ ઉગ્ર બનતું જાઈ છે જેતપર ઞામ ના ખેડૂતો જ્યા સુધી સરકાર તેની માંગણી સ્વીકાર કરી પુરી ન કરે ત્યા સુધી આ આંદોલન મા પીછે હઠ કરશે નહી નો રણકાર કરીયો છે.
ખેડૂત આંદોલનના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા માટે ખેડૂતો દ્વારા જુદાજુદા કાર્યક્રમ કરવામાં આવે છે જો કે, ઉપવાસી છાવણી ખાતે શું ચાલી રહ્યું છે તેની માહિતી ગુજરાતનાં તમામ જિલ્લાના ખેડૂતોને આપવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને વોટ્સએપના જુદાજુદા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને તેમાં આંદોલનની માહિતી મૂકવામાં આવતી હતી જો કે, અત્યાર સુધીમાં 3 વખત વોટ્સએપ ગ્રુપના એડમીનનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે જેથી કરીને ખેડૂત ક્રાંતિ સંગઠનના ધવલ જાકાસણીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મારું વોટ્સએપ એકાઉન્ટ ત્રીજી વાર બંધ કર્યું છે. આ પહેલાં મારું પર્સનલ વોટ્સએપ બંધ થયું હતું, ત્યારબાદ મારા કારખાનાનું વોટ્સએપ એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું એટલું જ નહીં, ખેડૂત ક્રાંતિ સંગઠનનું ફેસબુક પેજ બનાવ્યું હતું, તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેને માંડ-માંડ રીજોઈન કરીને પાછું મેળવ્યું હતું. ત્યાં પાછું વોટ્સએપ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, ધવલ જાકાસણીયા ખેડૂત ગ્રૂપોમાં મુખ્ય એડમિન છે અને વારંવાર તેને ટાર્ગેટ કરવામાં આવે છે તેના પાછળ સરકારનો હાથ છે કે પછી બીજા કોઈનો તે તપાસનો વિષય છે.
