સોમનાથ ખાતે સરદાર સન્માન યાત્રા 2025‘ની તૈયારીઓ અંતર્ગત આમંત્રણ તથા યાત્રાનું જિલ્લા/શહેર/તાલુકામાં આગમન સમયે ભવ્ય સ્વાગત, સહયોગ અને સહભાગીદારી માટે સોમનાથમાં સ્થાનિકો સાથે યાત્રાના સંયોજક ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી)એ બેઠક યોજી હતી.. સરદાર સન્માન યાત્રાના સંયોજક ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી)એ આ તકે યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતિ પૂર્વે કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તૃત્વને પ્રેરિત પસરદાર સન્માન યાત્રા 2025‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 11સપ્ટેમ્બર 2025ને ગુરુવારના રોજ બારડોલીથી શરૂૂ થઈ 22સપ્ટેમ્બર 2025ને સોમવારના રોજ સૌમ્ય અને પવિત્ર સોમનાથ સુધી 12દિવસમાં કુલ 1800 કિ.મી.,18જિલ્લા, 62તાલુકા અને 355 ગામો સાથે 40નદીઓને આવરી લેશે.
જેનું સ્વરૂૂપ છે:કર્મથી ધર્મની યાત્રા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સર્વ સમાજ, સંસ્થા અને વર્ગને એકજૂથ કરીને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સરદાર સાહેબના કર્તૃત્વને શ્રદ્ધાંજલિ આપવાનો છે, જેમાં દરેક ધર્મ, જ્ઞાતિ,વર્ગ,ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનું અમૂલ્ય કાર્ય થવાનું છે. સરદાર સાહેબ કોઈ એક જ્ઞાતિ કે પ્રદેશ માટે નહિ પરંતુ, સર્વજ્ઞાતિ- સર્વસમાજ- સર્વ ભારતીય માટે જીવન સમર્પીત કરનાર અખંડ ભારતના નેતા હતા. તેમણે 562 રાજવાડાઓને એકઠા કરીને દેશને એકતાબદ્ધ બનાવ્યોઆજે સમય છે તેમને બિરદાવવાનો, તેમની ગાથાને યુવાનો સુધી પહોંચાડવાનો…
ગોપાલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં અનેક પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે દરેક ગામમાં વૃક્ષારોપણ અભિયાન. શહીદ જવાનોના પરિવારોના સન્માન. દેશને પોતાના રજવાડા અર્પણ કરનાર રાજવી પરિવારો નું સન્માન અને સરદાર સાહેબના સિદ્ધાંતો અને રાષ્ટ્રના એકીકરણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
વિવિધ સમાજ, પંથ અને વર્ગના લોકોએ એકતાપૂર્વક યાત્રામાં સહભાગી થશે, ત્યારે આ યાત્રા એ માત્ર યાત્રા નથી,આ રાષ્ટ્રસેવાનાં સુત્રથી સંગઠન, એકતા અને બિરાદરી માટેનું પ્રેરણાસ્પદ પગથીયું છે. વલ્લભભાઈ કરમસદમાં જન્મ્યા, પણ પસરદારથ બારડોલીથી બન્યા અને ધર્મસ્થાન સોમનાથના પુનર્જીર્ણોદ્ધારથી દેશને ઈતિહાસ આપ્યો. એથી આ યાત્રા છે: કર્મથી ધર્મની યાત્રાથ આવા પવિત્ર અવસર સૌને જોડાવા સહકાર અને સહભાગીદારી ખૂબ જ જરૂૂરી છે.
સોમનાથ ખાતે યાત્રા ની તૈયારીઓ સંદર્ભે યોજાયેલ બેઠક માં હિંમતભાઈ સોજીત્રા, રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ ચેરમેન અતુલ કાનાબાર, સેક્રેટરી ગિરીશ ઠક્કર, રમેશ ભૂપતા, વિપુલ પટેલ, પરસોત્તમભાઈ પટેલ, એડવોકેટ કુંભાણી, રસિકભાઈ પટેલ સહિત જુદી જુદી સંસ્થાઓ, મંડળો ના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા.
