દ્વારકામાં રઘુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન

દ્વારકાના રઘુવંશી ખેલૈયાઓ માટે જુની ગૌશાળા ખાતે આગામી તા.રર-9-202પ થી તા.1-10-202પ દરમ્યાન ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અનુસંધાને આજરોજ એક મીટીંગનું…

દ્વારકાના રઘુવંશી ખેલૈયાઓ માટે જુની ગૌશાળા ખાતે આગામી તા.રર-9-202પ થી તા.1-10-202પ દરમ્યાન ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અનુસંધાને આજરોજ એક મીટીંગનું આયોજન જુની ગૌશાળા ખાતે કરવામાં આવેલ.

જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી આગેવાનો, યુવાનો તથા પત્રકારમિત્રો ઉપસ્થિત રહયા હતા. રઘુવંશી ખેલૈયાઓ માટે આગામી નવરાત્રિ મહોત્સવના સુચારૂૂ આયોજન અંગે આગેવાનો દ્વારા સૂચનો કરાયેલા અને જ્ઞાતિના યુવા કાર્યકર્તાઓએ જવાબદારીઓ સ્વીકારેલ. આ ઉપરાંત પ્રથમ નોરતાથી દ્વારકા લોહાણા મહાજનવાડીના નવનિર્માણ કામગીરીનો શુભારંભ થનાર હોય નવરાત્રિના પ્રથમ નોરતે દ્વારકા લોહાણા મહાજન તરફથી ઓખા-બારાડી સમસ્ત રઘુવંશી સમાજની સમૂહ પ્રસાદી (ઊભી ધામ)નું ભવ્ય આયોજન જુની ગૌશાળા ખાતે જ કરવામાં આવેલ છે. જેમાં સમસ્ત રઘુવંશી પરિવારોને પ્રસાદી લેવા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *