કાલે GPSCની પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારો

રાજ્યના 19 જિલ્લાના 323 કેન્દ્ર પર ગોઠવાઇ પરીક્ષા વ્યવસ્થા: એકાઉન્ટ ઓફિસર, આસી. ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) સહિતની જગ્યા માટે થશે ભરતી   ગુજરાત જાહેર સેવા…

રાજ્યના 19 જિલ્લાના 323 કેન્દ્ર પર ગોઠવાઇ પરીક્ષા વ્યવસ્થા: એકાઉન્ટ ઓફિસર, આસી. ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) સહિતની જગ્યા માટે થશે ભરતી

 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારે વિવિધ પ્રતિષ્ઠિત સરકારી પદો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના હજારો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે, જેને લઈને વહીવટી તંત્ર અને આયોગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. GPSCની આ પરીક્ષામાં કુલ 75,487 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારો એકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા (GAS) તેમજ આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે સ્પર્ધા કરશે.

પરીક્ષાના સુચારૂૂ આયોજન માટે રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. પ્રશ્નપત્રોની સુરક્ષા અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે આયોગે કડક માર્ગદર્શિકા અમલમાં મૂકી છે.

તાજેતરમાં GPSCના અધ્યક્ષે તમામ સંબંધિત જિલ્લાના કલેક્ટરો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પરીક્ષા વ્યવસ્થા, સુરક્ષા અને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)ના અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્ર પર સઘન દેખરેખ રાખવા અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા
આ વર્ષે દિવ્યાંગ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર લિફ્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા, વ્હીલચેર અને જરૂૂરિયાત મુજબ રાઈટર (દિવ્યાંગ મિત્ર) જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે તમામ ઉમેદવારોને સમાન તક મળે અને પરીક્ષા પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ૠઙજઈ દ્વારા આ પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે પૂર્ણ થાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યભરના ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *