રવિવારે GPSCની પરીક્ષા, રાજકોટમાં 5954 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

  આગામી રવિવારે રાજકોટ ખાતે GPSC દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા સવારે 11:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાને લઈને વહીવટી…

 

આગામી રવિવારે રાજકોટ ખાતે GPSC દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા સવારે 11:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાંથી કુલ 5,954 પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. રાજકોટ શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં કુલ 28 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

પરીક્ષાના સુચારુ સંચાલન અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, આવતીકાલે સાંજે 05:00 કલાકે GPSCના ચેરમેન હરમુખ પટેલ દ્વારા વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને પરીક્ષાની આખરી તૈયારીઓની સમીક્ષા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *