GPSCની મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ: 23માંથી એક પણ લાયક ઉમેદવાર ન મળ્યો

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 3 જગ્યાઓ માટે સમગ્ર પ્રક્રિયા યોજાઇ ગયા બાદ નિર્ણય   ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય…

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 3 જગ્યાઓ માટે સમગ્ર પ્રક્રિયા યોજાઇ ગયા બાદ નિર્ણય

 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 3 જગ્યાઓ માટે યોજાઇ હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 3 જગ્યાઓ માટે યોજાઇ હતી, પરંતુ કોઈપણ ઉમેદવાર લાયકાતના માપદંડો પર ખરા ઉતરી શક્યા નથી.

GPSCને નિર્ણય લેવો પડ્યો કે ભરતી આગળ નહી વધે. પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ઉમેદવારોમાં 22 પાસે જરૂૂરી અનુભવ નહોતો, જ્યારે એક ઉમેદવારે સમય મર્યાદામાં જરૂૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કર્યા. આ કારણે GPSCને નિર્ણય લેવો પડ્યો કે ભરતી આગળ નહી વધે. ભાવિ ભરતી માટે અનુભવની લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે. આ પગલાંથી પરીક્ષામાં યોગ્ય અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *