અઠવાડિયામાં સરકારની પલટી! કલેક્ટર કચેરીમાં આઉટસોર્સથી ક્લાર્ક લેવાનો નિર્ણય મોકૂફ

રાજ્યની કલેક્ટર કચેરીઓમાં ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ આઉટ સોર્સથી લેવા મહેસૂલ વિભાગે એક સપ્તાહ પહેલા લીધેલો નિર્ણય મોકૂફ રાખ્યો છે. મહત્ત્વના અને મહત્તમ નાણાકીય લેવડદેવડના…

રાજ્યની કલેક્ટર કચેરીઓમાં ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ આઉટ સોર્સથી લેવા મહેસૂલ વિભાગે એક સપ્તાહ પહેલા લીધેલો નિર્ણય મોકૂફ રાખ્યો છે. મહત્ત્વના અને મહત્તમ નાણાકીય લેવડદેવડના વિભાગમાં મંજૂર થયેલી કારકુન સંવર્ગની જગ્યાઓ માટે આઉટ સોર્સિંગથી માનવ બળની સેવા લેવા કલેક્ટરોને 3 જાન્યુઆરીએ મંજૂરી આપ્યા બાદ તે નિર્ણય અંગે અધિકારી વર્ગમાં પણ ભારે ચર્ચા ચાલી હતી. જોકે, મહેસૂલ વિભાગે 9 જાન્યુઆરીએ ઠરાવ બહાર પાડીને હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખ્યાનું જાહેર કર્યું છે.

રાજ્યની કલેક્ટર કચેરીઓમાં મોટી સંખ્યામાં ક્લાર્કની જગ્યા ખાલી છે. તેથી કામગીરી ઉપર અસર થાય છે. તેથી વિભાગના સચિવને મળેલી સત્તાના આધારે ખાલી જગ્યા માન્ય આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરવા ગત સપ્તાહે શરતી મંજૂરી અપાઇ હતી. આ નિર્ણયની અસરકારકતા અંગે સવાલ ઊભો થયો હતો. મહેસૂલ વિભાગે આઉટ સોર્સિંગ એજન્સીઓ પાસેથી કલેક્ટર કચેરીના દસ્તાવેજો, રેકર્ડ, કાગળો, ટપાલની ગોપનીયતા વગેરે જળવાય તે માટે બાંહેધરી માગી હતી. તે સાથે તેમને કોઇ સંવેદનશીલ કામગીરી ન સોંપવા માટે પણ કલેક્ટરોને તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં મહેસૂલ જેવા મહત્વના વિભાગમાં ક્લાર્કની ચાવીરૂૂપ કામગીરી માટે 11 મહિના માટે બહારના વ્યક્તિને લેવાના નિર્ણય સામે ગણગણાટ શરૂૂ થવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *