અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સરકાર સ્પષ્ટ જાણકારી આપે

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને પત્ર લખ્યો છેઅને અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે…

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને પત્ર લખ્યો છેઅને અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં જ મહત્વપૂર્ણ અને નવી જાણકારીઓ સામે આવી છે. તેમણે મંત્રીને આ મામલે સ્પષ્ટતા માંગી છે. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રીને લખેલો પત્ર પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

કાર્તિ પી ચિદમ્બરમે કહ્યું કે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં 260 લોકોના જીવ ગયા હતા. તેમણે કહ્યું કે સરકારે આ મામલે સ્પષ્ટ જાણકારી આપવી જોઈએ. કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા તો કોઈ પણ જાણકારીને વૈકલ્પિક ગણીને ગુપ્ત રાખી શકાય નહીં. અધિકારીઓએ તેના વિશે વિસ્તૃત જાણકારી આપવી જોઈએ.

અત્રે જણાવવાનું કે અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભર્યાના ગણતરીની પળોમાં જ એર ઈન્ડિયાનું 787 ડ્રિમલાઈનર વિમાન ક્રેશ થઈ ગયું હતું. ભારતીય દુર્ઘટના તપાસ બ્યૂરોએ અકસ્મતા બાદ શરૂૂઆતી તપાસ રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં કહેવાયું હતું કે ટેકઓફની ગણતરીની પળો બાદ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. જેના કારણે થ્રસ્ટ બનવાનું બંધ થઈ ગયું અને વિમાન 30 સેક્ધડની અંદર જ તૂટી પડ્યું.
રિપોર્ટમાં એમ પણ કહેવાયું હતું કે એન્જિન બંધ થવા અંગે બંને પાયલોટે વાત કરી હતી. પહેલા પાયલોટે પૂછ્યું હતું કે શું તમે એન્જિન ફ્યૂલ બંધ કર્યું છે? જ્યારે બીજા પાયલોટે જવાબ આપ્યો હતો કે તેમણે કશું કર્યું નથી. વિમાનનો કાટમાળ સુરક્ષિત કરાયો હતો. આ ઉપરાંત બ્લેક બોક્સને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. જો કે અકસ્માત બાદ કોઈ વિસ્તૃત તપાસ રિપોર્ટ રજૂ કરાયો નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *