સુરતના ફાર્મમાં રાત્રે મહિલાઓના ટોળાં એકઠા થતાં માલિક પર સરકારનું દબાણ આવ્યું

અમરેલીના લેટર કાંડમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના સરઘસ કાઢવાના પડઘા સુરતમાં પડ્યા છે. સરથાણામાં પાટીદાર સ્ત્રીઓએ અસ્મિતાની લડાઈ સૂત્ર અંતર્ગત મિટિંગ યોજી હતી.…

અમરેલીના લેટર કાંડમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના સરઘસ કાઢવાના પડઘા સુરતમાં પડ્યા છે. સરથાણામાં પાટીદાર સ્ત્રીઓએ અસ્મિતાની લડાઈ સૂત્ર અંતર્ગત મિટિંગ યોજી હતી. ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ફાર્મ પર મિટિંગનું આયોજન હતું, પરંતુ થોડા જ કલાકમાં 500થી વધુનું ટોળું જમા થઈ જતાં ફાર્મ માલિકે સરકારના દબાણવશ થઈ લોકોને બહાર કાઢ્યા હતા. તેમ છતાં પાટીદાર મહિલાઓએ ફાર્મની બહાર મિટિંગ યોજી હતી અને આજે શુક્રવારે રણનીતિ બનાવી દીકરીને ન્યાય અપાવવા લડાઈ લડશે તેવી માહિત મળી છે.

આ વિવાદમાં આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે, સરઘસ કાઢનાર સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક બાજુ બંધારણની વાતો વચ્ચે બંધારણનો ભંગ કરી રહ્યાં છે. પોલીસ સામે કાર્યવાહી માગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં દોષીતો સામે કાયદેયસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *