વેરાવળના ડારી ગામેથી રૂા.3.76 લાખનું સરકારી અનાજ ઝડપાયું

ગીર સોમનાથ કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ તાલુકાના ડારી ગામે આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા…

ગીર સોમનાથ કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ તાલુકાના ડારી ગામે આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા રૂૂા.3,76,710/- નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે.

જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા નિરિક્ષક દ્વારા તપાસ કરતા નવા5રા રોડ, ડારી ખાતેથી ઘઉં-1505 કિ.ગ્રા., ચોખા-805 કિ.ગ્રા., બાજરો-15 કિ.ગ્રા., વજન કાંટા-3, છકડો રીક્ષા-2 તથા છોટા હાથી વાહન-1 એમ કુલ મળી રૂૂા.3,76,710/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *