દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ દંડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને…

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ ગઈકાલે મંગળવારે યોજવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વમંગળવારે પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંની તમામ સરકારી અધિકારી તથા કર્મચારી જવાબદાર નાગરિકને ઓળખ ધરાવતા હોવાથી તેઓ બીજા નાગરિક માટે રોલ મોડલ બને તેમજ હેલ્મેટ અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી મંગળવારે જિલ્લા ટ્રાફિક શાખા પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા અહીંની સરકારી કચેરીઓ જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા સરકારી કર્મચારીઓની કરવામાં આવેલી કાર્યવાહીમાં 47 અધિકારી તથા કર્મચારી વાહન ચાલકોને સમાધાન શુલ્ક પાવતી આપીને રૂૂપિયા 23,500 નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ સાથે માર્ગ અકસ્માતના કારણે થતા મૃત્યુ તથા ગંભીર અકસ્માત અટકાવવા આ જિલ્લામાં તમામ કચેરીઓ તથા રોડ ઉપર હેલ્મેટ અંગેની ડ્રાઈવ આગામી દિવસોમાં પણ યોજી, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા જિલ્લાના નાગરિકોએ નોંધ લેવા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *