સરકારી ઇમારતો અને બજારો ઝળહળી ઉઠી

દિવાળીના તહેવાર શરૂ થવામાં હવે બે દિવસ રહ્યા છે. ત્યારે બજારમાં તેની રોનક જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને લઇને બજારોમા ખરીદીની ભીડ જોવા મળી…

દિવાળીના તહેવાર શરૂ થવામાં હવે બે દિવસ રહ્યા છે. ત્યારે બજારમાં તેની રોનક જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને લઇને બજારોમા ખરીદીની ભીડ જોવા મળી રહી છે તો લોકો પોતાના ઘરને પણ રોશનીથી સજાવવા લાગ્યા છે. ત્યારે દિવાળી પર્વને લઇને રાજકોટની સરકારી ઇમારતોને પણ શણગારવામા આવી છે. શહેરમા આવેલા ગાંધી મ્યુઝીયમ, જામટાવર, જીલ્લા બેંક ભવન સહીતની કચેરીઓમાં અવનવી રોશનીનો શણગાર કરાયો છે.

તેવી જ રીતે શહેરની મુખ્ય બજારોમા પણ ખાનગી ઇમારતોએ પણ નવા શણગાર સજયા હોય તેમાં રોશનીથી ઝગમગી ઉઠી છે. દિવાળીમાં રોશનીનુ ખાસ મહત્વ હોય છે જેના કારણે સાંગણવા ચોકની લાઇટીંગ બજારમા પણ અવનવી લાઇટીંગ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં મોદક, સ્ટાર, દીવા અને સ્ટીક સીરીઝ તો બાંધણી, પતંગિયા અને ફૂલની ડિઝાઇનમાં સીરીઝ જોવા મળી રહી છે. (તસવીર: મુકેશભાઈ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *