ગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વકીલ તરીકે સલાહ આપનાર એડવોકેટની ખોટી રીતે ધરપકડ કર્યાનો આક્ષેપ ગોંડલ નાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ…

વકીલ તરીકે સલાહ આપનાર એડવોકેટની ખોટી રીતે ધરપકડ કર્યાનો આક્ષેપ

ગોંડલ નાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ પંડીત ની ધરપકડ કરાઇ હોય ગોંડલ બાર એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવતુ આવેદનપત્ર ગોંડલ પ્રાંત અધિકારી ને અપાયુ હતુ.

જેમાં જણાવાયુ હતુ કે રીબડા ગામનાં અમીત ખુંટ પર બળાત્કાર તથા પોકસો મુજબ ની ફરિયાદ કરવામાં આવેલ છે. અમને મળેલ માહીતી મુજબ દિનેશભાઈ પાતર તથા સંજયભાઇ પંડીત ની સલાહ લઇ ફરિયાદ કરવામાં આવેલ તેવુ તેવુ જણાવાયુછે.અમીત ખુંટે આપઘાત કરેલ જેથી આ બન્ને વકીલ ની આપઘાત નાં ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વકીલ માટે ક્લાયન્ટ ને માર્ગદર્શન આપવુ એ ગુનો નથી.પોલીસને વકીલ અને ક્લાયન્ટ વચ્ચેનાં કોઇપણ પ્રકાર નાં શંદેશાવ્યવહાર વિશે માહીતી લેવાનો કોઇ અધિકાર નથી.વકીલ અને ક્લાયન્ટ વચ્ચેની વાતચીત નાં આધારે એડવોકેટ ને આવા ગંભીર ગુન્હામાં ફસાવવામાં આવ્યાછે.

ગોંડલ બાર એસોસિએશન નાં સભ્ય દિનેશભાઈ પાતર તથા રાજકોટ નાં બાર એસોસિએશન નાં સભ્ય સંજયભાઈ પંડીત ને તેઓનાં ઘરે થી કોઇપણ જાતની જાણ કર્યા વગર ખુબજ ગંભીર પ્રકાર નાં ગુના માં ધરપકડ કરવામાં આવેલછે.જેને કારણે વકીલ ની પ્રતિષ્ઠા ને ભારે નુકસાન થયુછે.અને સમગ્ર વકીલ સમુદાય ની ખરાબ છબી ઉભી થઇ છે.કાયદા વિભાગ અને સરકાર ને જાણ કરો જેથી કોઇ પણ એડવોકેટ ને તેના કામ અંગે પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં ફસાવી ના શકાય.તેવુ જણાવાયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *