ઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી

ગઈકાલે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટના કડાકા જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ ટોનના સંકેતો મળ્યા હતા અને…

ગઈકાલે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટના કડાકા જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ ટોનના સંકેતો મળ્યા હતા અને તેના ભાગરૂૂપે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સેન્સેક્સ 530 હતો જ્યારે નિફ્ટી પણ 175 ના વધારો દર્શાવતી હતી. તો બીજી તરફ સોના ચાંદી માર્કેટમાં પણ તેજી જોવા મળે છે ચાંદીમાં રૂૂપિયા 11000 અને સોનામાં રૂૂપિયા 1700 નો વધારો આજે નોંધાયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પેટ ગઈકાલે નવી ધમકી આપી હતી અને આગામી 10 દિવસમાં જો સંધિ કરવામાં નહીં આવે તો હુમલા માટે તૈયારી રાખવાની ચીમકી પણ આપી હતી પરંતુ હાલ તુરંતો આ યુદ્ધ ટળી જતા માર્કેટમાં આજે થોડા પોઝિટિવ સંકેતો જોવા મળ્યા હતા.

આજે નિફ્ટી મેટલ, સરકારી બેંકો તેમજ એનર્જી સેક્ટરના શહેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી જેના પગલે માર્કેટ ઊંચકાયું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ફેડરલ બેંક પંજાબ બેંક તેમજ અન્ય સરકારી બેન્કોમાં પણ આજે ભારે ખરીદી જોવા મળી હતી અને તમામ શરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો ઉપરાંત એનર્જીના પણ અનેક શહેરોમાં આજે નોંધપાત્ર વધારો થયો હતો.

બીજી બાજુ આજે સોના અને ચાંદીની માર્કેટમાં પણ બંને ધાતુમાં વધારો જોવા મળ્યો હતો. સોનામાં લગભગ 1700 રૂૂપિયાનો વધારો થયો હતો અને હાલ વાયદા બજારમાં સોનાનો ભાવ ₹1,56,450 જોવા મળ્યો છે જ્યારે ચાંદીમાં પણ પોઝિટિવ સંકેતો જોવા મળતા ચાંદીમાં પ્રતિ કિલોએ 11000 રૂૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ ચાંદીનો ભાવ ₹2,50, 950 વાયદા બજારમાં જોવા મળી રહ્યો છે.

રાજકોટની બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 160,230 પ્રતિ 10 ગ્રામ પર નો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી ચોરસાનો ભાવ 253,650 અને શુદ્ધ ચાંદીનો ભાવ 259,950 પર જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *