તેલંગાણામાં સસ્પેન્ડેડ એન્જિનિયર પાસે 6.5 એકર જમીન, 6 ફ્લેટ અને કરોડો રૂપિયા રોકડા મળ્યાં

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ સિંચાઈ વિભાગના સસ્પેન્ડેડ એન્જિનિયરના ઘરે સર્ચ દરમિયાન કરોડો રૂૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.એન્જિનિયરની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયા બાદ તેને…

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ સિંચાઈ વિભાગના સસ્પેન્ડેડ એન્જિનિયરના ઘરે સર્ચ દરમિયાન કરોડો રૂૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.એન્જિનિયરની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને કરોડો રૂૂપિયાની સંપત્તિ મળી આવી છે.


એસીબીએ શનિવારે જણાવ્યું કે આ મિલકત અધિકારીની આવક કરતા અનેેકગણી વધારે છે. એજન્સીએ સર્ચ દરમિયાન પાંચ પ્લોટ, 6.5 એકર ખેતીની જમીન, છ ફ્લેટ અને અન્ય મિલકતોના દસ્તાવેજો મળી આવ્યાં છે.
તેલંગાણામાં આ વર્ષે મે મહિનામાં એસીબીએ સિંચાઈ વિભાગના મદદનીશ કાર્યપાલક ઈજનેરને 1 લાખ રૂૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યાં હતા, ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.


એન્જિનિયર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો અને પછી જ્યારે એસીબીએ તેના ઘરની તપાસ કરી ત્યારે તેને 17 કરોડથી વધુની સંપત્તિની જાણ થઈ હતા અને કરોડો રૂૂપિયા રોકડા મળી આવ્યાં છે. હજુ પણ આ ભ્રષ્ટ અધિકારી પાસે કરોડો રૂૂપિયાની વધુ સંપત્તિ હોવાનો અંદાજ છે. જેની એસીબી દ્વારા તપાસ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *