આમ તો રામનવમી ની રજાને કારણે આજે ભારતીય વાયદા બજાર બંધ છે એટલે કે આજે એમસીએક્સ ઉપર ભારતની બજારમાં સોના અને ચાંદીના કોઈ સોડા પડતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં વાયદા બજાર ચાલુ હોવાને કારણે આજે સોના અને ચાંદીમાં કડાકા ભૂલી ગયા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ લગભગ 80 ડોલર સસ્તો થતા આજે રૂૂપિયા 3300 નો કડાકો બોલી ગયો હતો. ગઈકાલે રાજકોટની બજારમાં હાજર ભાવ 150000 ને પાર થઈ ગયો હતો જે આજે ₹1,46,750 જેવો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આજે ચાંદીમાં પણ ભારે ગીરાવત જોવા મળી હતી. આજે માર્કેટ માં ફરી એક વખત નેગેટિવ વલણ જોવા મળી રહ્યું છે. ચાંદી 74 ડોલર થી આજે ઘટીને 67 ડોલર પર આવી ગઈ છે લગભગ છ ટકા ચાંદી તૂટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ચાંદી 2,45,000 ને પાર થઈ ગઈ હતી જે હાલ રાજકોટની બજારમાં 236310 પર જોવા મળી રહી છે.
એટલે કે ચાંદીમાં પ્રતિ સલએ રૂપિયા 8,000 થી લઈ ₹8,500 નો ઘટાડો જોવા મળ્યો છે.ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે દરરોજ પરિસ્થિતિ બદલાતી રહે છે. ત્રણ દિવસ પોઝિટિવ વલણ જોવા મળ્યા બાદ આજે નેગેટિવ વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ભારતીય બજાર આવતીકાલે સવારે 9:00 વાગે ખુલશે ત્યારે સોનુ ચાંદી ફરી તૂટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
