ગઇકાલે સોના-ચાંદીમાં તેજી જોવા મળ્યા બાદ આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ સોનામાં રૂા.500 અને ચાંદીમાં રૂા.1500નું ગાબડુ પડયું હતું.
છેલ્લા 15 દિવસથી સોનામાં ડેઇલી નવો હાઇ જોવા મળતો હતો અને રાજકોટ સહીત ગુજરાતમાં સોનાનો ભાવ 1.27 લાખ સુધી પહોંચી ગયા બાદ આજે સવારનાં સત્રમાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યે સોનાનો ભાવ એમસીએકસમાં 1,22,650 પર જોવા મળ્યો હતો. ચાંદીમાં એમસીએકસમાં 1,48,750નો ભાવ જોવા મળ્યો હતો.
રાજકોટમાં આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,26,800 જોવા મળ્યો હતો. જયારે ચાંદીનો ભાવ 1,52,700 જોવા મળ્યો હતો. દરમિયાન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે સોનાની ખરીદીમાં સાવચેતીનો સુર પ્રગટ કર્યો છે.
