ચાંદીમાં બે દિવસમાં કિલોએ 12500 અને સોનામાં 10 ગ્રામે 2900 તૂટયા, ચાંદી 90000ના લેવલે
અમેરિકાએ 26 ટકા ડયુટી વધારતા જવેલરી માર્કેટ ધૂજયું, 12 બિલિયન ડોલરના એકસ્પોર્ટને અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ સોના-ચાંદીમા ભારે ઘટાડો જોવા મળી રહયો છે. છેલ્લા બે દિવસમા 1 કિલો ચાંદીમા રૂ. 12500 અને 24 કેરેટ સોનામા 10 ગ્રામે રૂ. 2900 નો કડાકો બોલી ગયો છે. ગઇકાલે માર્કેટ બંધ થયુ ત્યારે ચાંદી 1 કિલોનો ભાવ રૂ. 90650 બોલાયો હતો. જયારે સોનામા 24 કેરેટ 1 તોલાનો ભાવ 91580 બોલાયો હતો.
ગુજરાત અને દેશભરમા સોના-ચાંદીનાં દાગીના બનાવીને એક્ષપોર્ટ કરવા માટે અમેરિકાને અગત્યનુ માર્કેટ ગણવામા આવે છે. અમેરિકામા જવેલરી એક્ષપોર્ટ કરવા પર પ ટકા ટેરીફ અગાઉથી અમલમા હતો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની આયત થતી વસ્તુઓ પર વધારાનાં 26 ટકા ટેક્ષ ઝીકવાની જાહેરાત કરતા કુલ ડયુટી 31 ટકા પહોંચી ગઇ છે. જેને પગલે સોના-ચાંદીનાં ભાવમા ભારે કડાકા જોવા મળી રહયા છે. ગુરૂવારે ર4 કેરેટ સોનામા 900 રૂપિયાનુ અને 1 કિલો ચાંદીમા 5500 રૂપિયાનુ ગાબડુ પડી ગયુ હતુ. શુક્રવારે પણ સતત ઘટાડો ચાલુ રહેતા ચાંદીમા વધુ 7000 અને સોનામા વધુ ર000 રૂપિયાનો કડાકો બોલ્યો હતો. બે દિવસમા ચાંદી 1 લાખ ર હજારથી ઘટીને 906પ0 સુધી પહોંચી ગઇ હતી.
જેમ્સ અને જવેલરી એસોસિએશનના સુત્રોએ જણાવ્યુ હતુ કે હાલમા ભારતમાથી 10 થી 1ર બિલીયન ડોલરની જવેલરીનુ એક્ષપોર્ટ અમેરિકામા થાય છે. આ એક્ષપોર્ટ પર હવે 31 ટકાની ડયુટી લાગતા આ માર્કેટ પડી ભાંગવાની શકયતાઓ જણાઇ રહી છે. જેથી સોના અને ચાંદીમા ભારે કડાકા બોલી રહયા છે. અમેરિકા દ્વારા બુલિયન એક્ષપોર્ટ પર કોઇ ડયુટી લગાડવામા આવી નથી. પરંતુ જવેલરી પર ડયુટી લાદવામા આવી છે. જેથી હજારો કારખાના પર ભયંકર મંદીનો ખતરો તોળાઇ રહયો છે.