રાજકોટ-વેરાવળ રૂટ ઉપર દોડતી એસ.ટી. બસની બારીમાં અંતે કાચ ફીટ કરાયા

ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, મેઘજીભાઈ રાઠોડ ની સંયુક્ત યાદી જણાવે…

ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, મેઘજીભાઈ રાઠોડ ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્યમાં 8900 થી વધુ એસ.ટી ની બસો રોજિંદી ઓન ધ રોડ ચાલી રહી છે. અને રાજ્યભરમાં 28 લાખ મુસાફરો રોજિંદી મુસાફરી કરી રહ્યા છે. હાલ રાજ્ય ભરની કેટલીક બસોમાં મુસાફરી કરતા મુસાફરોને તંત્રના પાપે હાલાકી ભોગવવી પડે છે. બારીમાં કાચ ન હોવાને પગલે સુસવાટા મારતા પવનનો સામનો કરવો પડે છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના તમામ સભ્યોએ જાગૃત પ્રહરી તરીકે કામ કરવાનું છે.

ગઈકાલે રાજકોટ થી વેરાવળ સવારે 7-05 કલાકે ઉપડતી એસ.ટીની બસ નંબર GJ18Z T 0543 બસમાં ડ્રાઇવર સાઈડ માં કાચ ન હોવાને પગલે મુસાફરોને કડકડતી ઠંડીમાં સુસવાટા મારતા પવનનો સામનો કરવો પડ્યો હતો. બસમાં બારીમા કાચ ન હોવાની ફરિયાદ ગજેન્દ્રસિંહ ઝાલા ને મળતા વેરાવળ ડેપો મેનેજરને બારીમાં કાચ ન હોવાની ફરિયાદ કરતા અને રાજકોટ કંટ્રોલરૂૂમમાં જઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી પરિશિષ્ટ બ મુજબ ફરિયાદ કરવામાં આવતા ફરિયાદનું ત્વરિત નિરાકરણ વેરાવળ ના ડેપો મેનેજર દ્વારા કરવામાં આવેલ છે અને તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. જાણવા મળ્યા મુજબ ડ્રાઇવરની બારીનો ગોળ કાચ હોય તે ડેપોમાં ઉપલબ્ધ ન હોવાને પગલે બે પાંચ દિવસથી બસ ઓન ધ રોડ કાચ વગર દોડતી હતી. દરેક મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે ખામીયુક્ત સેવા અંગે કોઈપણ ડેપો ના કંટ્રોલરૂૂમમાં જઈને ફરિયાદ કરવાની છે. ગુજરાતના કોઈપણ ડેપોમાં તમને ફરિયાદ બુક ન આપવામાં આવે અથવા ક્યાંય પણ તકલીફ પડે તો હેલ્પલાઇન નંબર 94262 29396 નો તમે સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *