ગુજરાતના MSME મેન્યુફેક્ચરિંગ યુનિટોનું GIS આધારીત ટેગીંગ અને મેપીંગ કરાશે

    કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની રેઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ઙખ ગતિ…

 

 

કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની રેઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ઙખ ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ ખજખઊનું મેપિંગ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું ૠઈંજ આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (ૠઈંઙક)ને જવાબદારી સોંપવામાં આવી છે. પોર્ટલ સાથેના આ મેપિંગથી MSME ક્ષેત્રના આયોજન અને નીતિ ઘડતરને વધુ વેગ મળશે.

ૠઈંજ આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. ઉપરાંત, MSME ક્ષેત્રના એકમો અંગેનો ડેટા ઙખ ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે. આ પહેલથી એકમોની ભૌગોલિક સ્થિતિ, ક્લસ્ટરો અને માળખાગત સુવિધાઓ સાથેનું સંકલન સરળ બનશે, જેનાથી નીતિ નિર્માણ અને વિકાસ આયોજન વધુ ચોક્કસ અને પારદર્શક થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *