રેન્ટલ ગર્લફ્રેન્ડ પ્લેટફોર્મ પર યુવતીઓ વિવિધ પેકેજ આપવા લાગી છે: વિદેશની જેમ ભારતમાં લોકપ્રિય બનતો કોન્સેપ્ટ
સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખો અને વિવાદાસ્પદ ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં હવે ગર્લફ્રેન્ડ ભાડે પણ મળી રહી છે. એક યુવતી દિવ્યાએ પોતાની સેવાઓ “Rent Me for a Day” નામથી ઓફર કરી છે અને તેનું રેટ કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ટ્રેન્ડને જોઈ ચોંકી રહ્યા છે. કોમેન્ટમાં લોકો પૂછી રહ્યા છે કે આટલું મોંઘું ભાડું EMI પર પણ ચાલશે?
એક્સ પર નલિની ઉનાગર નામની યુઝરે દિવ્યાના આ રેટ કાર્ડનો શેર કર્યો છે, જે બાદ પોસ્ટ વાયરલ થઈ ગઈ. ત્યાર બાદ બીજા એક યુઝર મિક્કૂએ દાવો કર્યો કે દિલ્હીની કેટલીય છોકરીઓ રેન્ટલ ગર્લફ્રેન્ડ પ્લેટફોર્મ પર કામ કરી સારી એવી કમાણી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, એક કલાક માટે 1000 સુધી મળી શકે છે. તેની સાથે જ ફ્રી ખાવાનું, શોપિંગ અને ક્યારેક ક્યારેક એક્સ્ટ્રા ગિફ્ટ્સ પણ મળે છે. અમુક છોકરીઓ એક દિવસમાં 3-4 બુકિંગ કરી 6000થી 7000 રૂૂપિયા સુધી કમાઈ રહી છે.
એક વીડિયોમાં યુવતીએ જણાવ્યું કે, તે KoPartner.in પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ છે. જે ભારતની સૌથી મોટી રેન્ટલ કંપની પ્લેટફોર્મ હોવાનો દાવો કરે છે. અહીં છોકરા શોપિંગ, મૂવી, હરવા-ફરવા અને ટ્રાવેલિંગ માટે કમ્પેનિયન બુક કરે છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ છે. અમુક લોકો તેને આધુનિક અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાવી રહ્યા છે. તો અમુક તેને નૈતિકતા વિરુદ્ધ માની રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, EMI ચાલશે ભાઈ? બીજાએ લખ્યું કે, આ તો નવું બિઝનેસ મોડલ છે, કેટલીય મહિલાએ તેને યળાજ્ઞૂયશિક્ષલ ગણાવ્યું, જ્યારે અમુકે ચિંતા વ્યક્ત કરી કે આ ટ્રેન્ડની સમાજ પર શું અસર થશે?
વિદેશોમાં “Rent a Girlfriend”, “Rent a Boyfriend અને ત્યાં સુધી કે “Rent a Family”નો કોન્સેપ્ટ પહેલાથી લોકપ્રિય છે. જાપાન, ચીન અને અમુક યુરોપિયન દેશોમાં આ સર્વિસિસ પહેલાથી ચાલી રહી છે. હવે ભારતમાં પણ તે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં છેલ્લા કેટલાક સમયથી આ વાયરલ થઈ રહ્યું છે.
કેટલું છે ભાડું
ચિલ કોફી ડેટ 1500 રૂપિયા
ડિનર અને મૂવી ડેટ 2000 રૂપિયા
ફેમિલી મીટિંગ 3000 રૂપિયા
ઇવેન્ટ કમ્પેનિયન 3500 રૂપિયા
બાઇક ડેટ 4000 રૂપિયા
શોપિંગ સ્પ્રી 4500 રૂપિયા
એડવેન્ચર ડે 5000 રૂપિયા
વીકેન્ડ ટુ-ડે ગેટઅવે 10,000 રૂપિયા
સોશિયલ મીડિયા પોસ્ટ 6000 રૂપિયા
આ ઉપરાંત કસ્ટમાઇઝ્ડ પ્લાન પણ મળશે.
