શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાએ રવિરત્ન પાર્કના યુવાન સાથે મિત્રતા અને પ્રેમસંબંધ બંધાતાં તેના પ્રથમ પ્રેમીને તેની જાણ થતા મહિલાને ઘરે બોલાવી મારમાર્યો હતો બાદમાં સમાધાનની વાતના બહાને ન્યારી ડેમ પાસેના કેફેમાં લઇ જઇ ત્યાં પણ ટેબલ સાફ કરવાના વાઇપરથી ફટકારતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધવી હતી. ગાંધીગ્રામના નાણાવટી ચોક વિસ્તારમાં રહેતી 36 વર્ષની મહિલાની ફરિયાદ પરથી રવિરત્ન પાર્કના જયેશ જોટંગીયા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી એક પરિણીત અને બે દિકરીની માતા એવી મહિલાનો પતિ વિદેશ નોકરી કરતો હોઇ તેણીને આઠેક મહિનાથી રવિરત્ન પાર્કના જયેશ સાથે મિત્રતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલાને બીજો મિત્ર આશિષ રાવલ પણ છે અને તેની સાથે પણ મિત્રતા હોય જેની જાણ જયેશને થતા, જયેશ જોટંગીયાએ ફોન કરી બોલાવતાં તે તેના ઘરે ગઇ હતી. ત્યારે જયેશે મહિલાને કહેલુ કે-તારે તારા મિત્ર આશિષ રાવલ સાથે સંબંધ રાખવાના નથી તેવું મેં કહ્યું છે છતાં તું કેમ સંબંધ રાખે છે? આમ કહી તે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં જયેશે તેને સમજાવી સમાધાન માટે ન્યારી ડેમ અધવના ઢાળીયા પાસે એક કેફેમાં લઇ ગયો હતો કેફેની અંદર ગયા બાદ જયેશે મહિલાને નતે મારી સાથે દગો કર્યો છે, મારી એકની સાથે જ પ્રેમસંબંધ રાખવાનો હતો, બીજાની સાથે કેમ રાખ્યો?
પકહી ગાળો દઇ કેફેમાં પડેલી લાકડી અને સ્ટીલના વાયપરથી ફરી ફટકારી હતી. દેકારો થતાં ત્યાં હાજર સ્ટાફે મહિલાને છોડાવી હતી. ત્યારપછી જયેશ તેને નિર્મળા રોડ શ્રીજી હોસ્પિટલ અને બાદમાં વૈશાલીનગરમાં શિવાલીક હોસ્પિટલ લઇ ગયેલ. ત્યાં પણ જયેશે મારી નાખવાની ધમકી આપી હતી. ઘરે પહોચેલી મહિલાએ માતાને આ વાત કરી હતી. એ પછી ફરિયાદ લખાવવાનું નક્કી કર્યુ હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. આર. રાઠોડે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.