બોટાદ ખુલ્લા મુકાયેલા ઝટકાના વાયરથી બે બાળકીઓને વીજશોક લાગતા એક બાળકીનું મોત થયું અને એક બાળકી ગંભીર રીતે ઈજા પામતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. અકસ્માતમાં ભોગ બનેલ બંને બાળકીઓ સગી બહેનો હતી, જેમાં નાની બહેન છાયાનું મોત થયું.
બંન્ને બાળા રાણપુરના ધારપીપળા રોડ પર એક ખેતરની વાડીમાં શીતલ અને છાયા બંને બાળકીઓ બોરા વીણવા ગઈ હતી. જ્યાં બાજુની વાડીમાં ઝટકાના વાયર ખુલ્લામાં છોડી દીધો હતો જેને અજાણે બાળકીઓને અડી જતાં ભારે વીજશોક લાગ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ધારપીપળા રોડપર કેશુભાઈ રામજીભાઈ ડેરાણીયાની વાડીમાં વીજશોક લાગવાની ઘટના બની. બાળકીઓના પિતા મનસુખભાઈ રોજાસરાએ રામજીભાઈની બાજુની વાડી ભાગવી રાખી ખેતીકામ કરે છે.
કેશુભાઈ ડેરાણીયાની વાડી ધુળાભાઈ માનસંગભાઈ નામના વ્યક્તિએ ઈજારે રાખી હતી. તેણે વાડી ફરતે ઝટકો વાયરમાંથી વીજચોરી કરી વિજશોક ગોઠવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં બંને બાળકીઓ વિજશોકનો ભોગ બની.બાળકીઓના પરીવારે વીજશોક મૂકનાર વિરુદ્ધ કડક કાર્યવાહી માટે માંગ કરી છે.