જેતપુરમાં IPLની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

જેતપુરમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતાં લોહાણા શખ્સની ધરપકડ કરી તપાસ કરતાં અન્ય ચારના નામ ખુલ્યા…

જેતપુરમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતાં લોહાણા શખ્સની ધરપકડ કરી તપાસ કરતાં અન્ય ચારના નામ ખુલ્યા છે. એલસીબીએ મોબાઈલ સહિત રૂા.56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી વિગતો મુજબ, જેતપુરમાં એલસીબીની ટીમે બાતમીના આધારે પંચેશ્ર્વર મંદિર પાસે રહેતા નિકુંજ ઉપેન્દ્ર વસંતના ઘરે દરોડો પાડતાં નિકુંજ આઈપીએલની ફાઈનલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે ચાલતી મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતાં મળી આવ્યો હતો. તેની પાસેથી રોકડ અને મોબાઈલ સહિત 56 હજારનો મુદદ્દામાલ કબજે કરી પુછપરછ અને તપાસ કરતાં આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં જેતપુરના બોખલા દરવાજા પાસે રહેતા રફીક, તિનબત્તી ચોક પાસે રહેતા રવિ નથવાણી, મોટા ચોકમાં રહેતા રવિ અને કેતન ઉર્ફે ભદીનું નામ ખુલતાં આ ચારેયની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.

જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ અને ટીમના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અને અનિલભાઈ બળકોદીયા, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, મિરલભાઈ ચંદ્રવાડીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *