દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત

રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની પુત્રી બેંગ્લોરમાં મામાના ઘરે રહેતી હતી. તેણીએ દુબઇ રહેતા મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો…

રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની પુત્રી બેંગ્લોરમાં મામાના ઘરે રહેતી હતી. તેણીએ દુબઇ રહેતા મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્રણ ભાઇની એકની એક બહેનના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સોસાયટીમાં રહેતા સંજયભાઇ નેપાળીની 18 વર્ષિય પુત્રી પૂજાકુમારી સંજયભાઇ સાઉથયુડી બેંગ્લોરમાં તેના મામાના ઘરે રહેતી હોય તેણીએ ગત તા.24ના ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાથી રાજકોટ સારવારમાં લાવતા હતા ત્યારે રસ્તામા જ તેણીએ દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવતા પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક પૂજા ત્રણ ભાઇની એકની એક નાની બહેન હતી. વધુ તપાસમાં તેના ગામનો છોકરો દુબઇ રહેતો હોય જેની સાથે મિત્રતા થતા ફેસબુકમાં તેની સાથે વાત કરતી હતી. દરમિયાન મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું ખૂલવા પામ્યુ છે. આ બનાવથી નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *