ગીર સોમનાથ પોલીસ દ્વારા હોટલ માલિક અને સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ

ગીરસોમનાથ જીલ્લામાં ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહ,હોટલ,ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ,કાફે,શાળા, કોલેજ, ઔધોગીક એકમ, વિગેરે જાહેર જગ્યાઓમાં પુરતા પ્રમાણમાં ફાયર એન્ડ સેફટીના સાધનો રાખી સક્ષમ અધિકારી…

ગીરસોમનાથ જીલ્લામાં ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહ,હોટલ,ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ,કાફે,શાળા, કોલેજ, ઔધોગીક એકમ, વિગેરે જાહેર જગ્યાઓમાં પુરતા પ્રમાણમાં ફાયર એન્ડ સેફટીના સાધનો રાખી સક્ષમ અધિકારી દ્રારા પ્રમાણપત્ર મેળવવા બાબતે તેમજ સાઇનબોર્ડ લગાડવા બાબતે જીલ્લા મેજી.સા. ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે તેમજ પ્ર.પાટણ વિસ્તારમાં આવેલ હોટલોમાં બહારથી યાત્રીકો આવતા હોય અને વધુ પ્રમાણમા લોકોની ભીડ રહેતી હોય જેથી પ્ર.પાટણ વિસ્તારની હોટલોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂૂપે વિશેષ પ્રકારે કામગીરી કરવા ઉપર અધિકારીઓની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર તા.17/02/2026 ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા નાઓની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના માણસો પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં હે.જીલ્લા મેજી.સાહેબ ગીર સોમનાથનાઓ તરફથી જાહેર કરેલ જાહેરનામુ નં.એમએજી/સી/જનરલ/તકેદારી/12 /2025 જાહેરનામાની અમલવારી બાબતે તેમજ હાલમા સોમનાથ મંદિર ખાતે સ્વાભીમાન પર્વની ઉજવણી ચાલુ હોય અને દર્શાનાર્થીઓ વધુ પ્રમાણમાં આવતા હોય તેમજ સોમનાથ મંદિર નજીક આવેલ હોટલોમાં લોકોની ભીડ રહેતી હોય જેથી સોમનાથ મંદિર આજુબાજુ આવેલ હોટલો તેમજ અન્ય જગ્યાઓએ ચેકીંગ કરવા સારૂૂ એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી હોટલ/રેસ્ટોરન્ટ ચેકીંગની કામગીરીમાં રહી જેમા હોટલ માલિકો જીતેન્દ્ર ભાસ્કર જાની, અસરફ ગની મંગલ,નદિમ કાલુ મલેક, ફાલ્ગુન વિજયકુમાર જાની,હરેશ ચંદુમલ છાવરી,મુશતકિય મુસાફઈ ભાદરકા અને શબ્બીરશાહ હુસેનશાહ શામદાર સહિત સાત સામે ગુન્હાઓ રજીસ્ટર થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *