ઘંટેશ્ર્વર 25 વારિયામાં રહેતી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ, આપધાતનો પ્રયાસ કર્યો

સમયસર હોસ્પિટલે પહોંચતા જીવબચી ગયો, પતિ-સાસુ સામે ફરિયાદ શહેરના ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નંબર 501 વિશાલની દુકાન પાછળ આનંદ નર્સિંગ કોલેજ પાછળ જામનગર રોડ ઉપર…

સમયસર હોસ્પિટલે પહોંચતા જીવબચી ગયો, પતિ-સાસુ સામે ફરિયાદ


શહેરના ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નંબર 501 વિશાલની દુકાન પાછળ આનંદ નર્સિંગ કોલેજ પાછળ જામનગર રોડ ઉપર રહેતા તેજલબેન પરમાર નામની પરણીતાએ પોતાને પતિ અને સાસુ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી તરીકે ભાવેશ લાલજી તેમજ હંસાબેન લાલજીભાઈ પરમારના નામો આપ્યા છે.ફરિયાદમાં તેજલબેને જણાવ્યું છે કે, તેણીના પ્રથમ લગ્ન અરવિંદ શીવા રાજકોટવાળા સાથે થયા હતા. પરંતુ તેમની સાથે છૂટાછેડા લઈ લીધા છે.

બાદમાં બીજા લગ્ન ભાવેશ લાલજી નાથજી સાથે (ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નંબર 501 )રહેતા સાથે થયા છે. અને તેમની સાથે છેલ્લા પાંચેક વર્ષથી રહે છે. સંતાનમાં કંઈ નથી. પતિ ભાવેશની માતા હંસાબેન તથા તેના પરિવારના સભ્યો પોરબંદર રહે છે.હાલ તેણીના પતિ ભાવેશભાઈ અવારનવાર નાની મોટી વાતમાં બોલાચાલી કરી ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે.સાસુ પણ ફોનમાં જેમ ફાવે તેમ મહેણા ટોણા મારે છે અને કહે છે કે તું બીમાર હોય, બીજા લગ્ન કરવાનું પતિ ભાવેશને કહીને ચડામણી કરતા હોય છેલ્લા એક વર્ષથી આવો ત્રાસ શરૂૂ કર્યો છે.આવો ત્રાસ સહન થતા ઝેરી ટીકડા પી લઈને આત્મહત્યાની કોશિશ કરી હતી. પરંતુ સમયસર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેજલબેન બચી ગઈ છે. પરંતુ શારીરિક માનસિક ત્રાસ અંગે તેમના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *