અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ હવે 92.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે, તેમની કુલ સંપત્તિ 8.10 બિલિયન વધીને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 19મા ક્રમે છે. બીજી તરફ, અંબાણીની કુલ સંપત્તિ 90.8 બિલિયન રહી છે, જે આ વર્ષે 16.9 બિલિયનનો ઘટાડો છે.
ગઇકાલે ભારતીય શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટીને બંધ થયો. જોકે, અદાણી ગ્રુપના શેર વધ્યા, જેના કારણે અદાણીની કુલ સંપત્તિ ઼3.56 બિલિયન વધી. અંબાણીની કુલ સંપત્તિ 76.7 મિલિયન વધી. રિલાયન્સના શેર ગઈકાલે ફલેટ બંધ થયા. અંબાણી એશિયામાં બીજા ક્રમે અને વૈશ્વિક સ્તરે 20મા ક્રમે છે.
આ વર્ષે, વિશ્વના ટોચના 20 ધનિકોમાંથી સાત લોકોની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટે સૌથી વધુ ગુમાવ્યા છે, તેમણે 44 બિલિયન ગુમાવ્યા છે. આ યાદીમાં આર્નોલ્ટ ઉપરાંત, સ્ટીવ બાલ્મર, ઓરેકલના સ્થાપક લેરી એલિસન, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ, સ્પેનિશ ઉદ્યોગપતિ અમાનસિઓ ઓર્ટેગા અને મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે.
એલન મસ્ક 656 બિલિયન સાથે યાદીમાં ટોચ પર છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિ 36.7 બિલિયન વધી છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ ઼286 બિલિયનની કુલ સંપત્તિ સાથે યાદીમાં બીજા ક્રમે છે. એમેઝોનના જેફ બેઝોસ (઼269 બિલિયન), સેર્ગેઈ બ્રિન ( 266 બિલિયન), માર્ક ઝુકરબર્ગ ( 239 બિલિયન), લેરી એલિસન ( 230 બિલિયન), માઈકલ ડેલ ( 170 બિલિયન), જેન્સન હુઆંગ ( 164 બિલિયન), બર્નાર્ડ આર્નોલ્ટ ( 164 બિલિયન) અને જીમ વોલ્ટન ( 150 બિલિયન) પણ ટોચના 10 માં સ્થાન ધરાવે છે.
