શેરબજારમાં બેંક નિફ્ટી ઓલ ટાઇમ હાઇ નજીક પહોંચ્યો: રૂપિયો ફરી નબળો પડતા ડોલરનો ભાવ 90.25 રૂા. પર પહોંચ્યો
સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉઘડતાની સાથે જ સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. વેનેઝુએલા ઉપર અમેરીકા દ્વારા હુમલા કર્યા બાદ મેટલમાં ભારે તેજીના સંકતો જોવા મળી રહ્યા છે, જેના પરિણમે સોનામાં 1600 રૂા. અને ચાંદીમાં 7000 રૂા.નો વધારો નોંધાયો છે.
આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ 2,42,900 ઉપર જોવા મળી હતી. જયારે સોનુ 1,37,400 જોવા મળ્યો હતો. જો કે માર્કેટ ખુલતાની સાથે જ સોનુ 1,38,400 સુધી પહોંચ્યું હતું. જયારે એમસીએકસમાં ચાંદીનો આજનો હાઇ 2,49,900 સુધીનો જોવા મળ્યો હતો. હાલ ચાંદીનો ભાવ 2,43,100 પર જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4405 ડોલર અને ચાંદી 75.30 ડોલર જોવા મળ્યો છે. રાજકોટની બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 139385 અને અમદાવાદમાં 1,39,400 જોવા મળી રહ્યો છે. જયારે ચાંદીનો ભાવ રાજકોટની બજારમાં 2,44,200 જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શેર બજારમાં બેંક નીફટી ઓલ ટાઇ હાઇની નજીક જોવા મળ્યો હતો. જો કે બાદમાં બજારમાં નબળા સંકતોને કારણે બેંક નીફટી ઘટયો હતો. હાલ સેન્સેકસ 85,620 અને નીફટી 26,300 જોવા મળી રહ્યો છે. જયારે બેંન નીફટી 60,170 જોવા મળી રહ્યો છે. રિલાયન્સ શેરનો ભાવ 1611 સુધી પહોંચતા ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યો હતો. બીજી બાજુ આજે ભારતનો રૂપીયો નબળો પડતા ફરી એક વખત ડોલરનો ભાવ 90.25 રૂા. પર પહોંચ્યો છે.
