રીબડામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ, 600 બાટલા કબજે

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો દરોડો, 4ની ધરપકડ, ગેસ એજન્સીના માલીસ સહિત ત્રણ ફરાર, 16 લાખનો મુદ્દામાલ કબજે વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની તંગીના વચ્ચે ગોંડલના રીબડા ગામે…

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો દરોડો, 4ની ધરપકડ, ગેસ એજન્સીના માલીસ સહિત ત્રણ ફરાર, 16 લાખનો મુદ્દામાલ કબજે

વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની તંગીના વચ્ચે ગોંડલના રીબડા ગામે ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ઉમિયા ગેઈટ નં.4માં આવેલા સાંઇપ્રેમ ગેસ એજન્સીમાં એલપીજી સિલિન્ડરનું ગેસરિફલીંગ તેમજ ગેસ ના બાટલાનું મોટા પાયે કાળાબજાર થતી હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી ગેસરિફલીંગનું કૌભાંડ ઝડપી લઇ જુદી-જુદી કંપનીના 600 થી વધુ એલપીજી સિલિન્ડર સહીત રૂૂ.16 લાખનો મુદ્દમાલ કબજે કરી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.દરોડામાં ગેસએજન્સીના માલિક સહીત 4 ફરાર થઇ જતા તમામની શોધખોળ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ ગેસ સિલિન્ડરની તંગીના વચ્ચે ગોંડલના રીબડા ગામે ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ઉમિયા ગેઈટ નં.4માં આવેલા સાંઇપ્રેમ ગેસ એજન્સીમાં એલપીજી સિલિન્ડરનું ગેસરિફલીંગ તેમજ ગેસ ના બાટલાના કાળાબજાર થતી હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પડ્યો હતો. સાંઇપ્રેમ ગેસ એજન્સીમાં દરોડા દરમિયાન, કિલોના 4, 12, 21, 15,33 એલપીજીના 600થી વધુ સિલિન્ડરો મળી આવતા કબ્જે કરાયા હતા. આ ઉપરાંત ટ્રક સહિત બે માલ વાહનો મળી રૂૂા.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ આરોપીઓ સામે આવશ્યક ચીજવસ્તુધારા, એક્સપ્લોઝીવ એક્ટ અને બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. એસઓજીના એસઓજીનસુત્રોએ સુત્રોએ જણાવ્યું જણાવ્યું કે, કે સમ ગેસ એજેન્સીમાં એલપીજી સિલિન્ડરનું ગેરકાયદે રીતે રીફીલીંગ પણ ચાલતું હતું.

આ ઉપરાંત કાળાબજાર પણ થતી હતી. ફાયર સેફ્ટીની જોગવાઈઓનો ભંગ કરવામાં આવ્યો હતો. ઘરવપરાશના ગેસ સિલિન્ડરનું કોર્મશિયલ હેતુથી વેચાણ થતું હતું. સ્ટોક રજીસ્ટરની જાળવણી કરાતી ને હતી. ગેરકાયદે રીતે અન્ય કંપની તથા કંપનીના નામ વગરના એલપીજી સિલિન્ડરનો ગેરકાયદે સ્ટોક રાખવામાં આવ્યો હતો. એસઓજીએ રાજકોટના મવડી-પાળ રોડ, મીરાબાઈ ટાઉનશીપ બ્લોક નંબર 106માં રહેતા મૂળ બાબરાના નવાણીયાના પંકજ જેઠાભાઈ મકવાણા, શાપર વેરાવળ ના ગણેશનગરના લખમણ ચના ચાવડા , મૂળ પોરબંદરના હાલ રીબડા ગામની સીમમાં રહેતા રામ ચના ચાવડા અને મૂળ જૂનાગઢના મેંદરડાના વતની હાલ ગુંદાસરા ગામની સીમમાં રહેતા રાકેશ અરવીંદ કુબાવતની ધરપકડ કરી હતી.

એસઓજીની તપાસમાં ગેસ એજન્સીના સંચાલક અને માલીક ઢોલરા રહેતા મૂળ યુપીના બાબા બગ્ગા, મોરબીના શૈલેષ ઉર્ફે હસમુખ ભાલાણી અને માણાવદર નીરવ ભરત ભીમાણીને વોન્ટેડ દર્શાવી ત્રણેયની શોધખોળ શરૂૂ કરી છે. જુદી-જુદી કંપનીના 600 થી વધુ એલપીજી સિલિન્ડર સહીત રૂૂ.16 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય, જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસઓજીના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા, પીએસઆઈ પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકબહાદુર હસ્તબહાદુર બોહરા, નૈમીષભાઇ મહેતા, ક્રિપાલસિંહ જાડેજા, રણજીતભાઈ મેરામભાઈ ધાંધલ (બાતમી), વિપુલભાઇ ગોહેલ (બાતમી) દ્વારા કામગીરી કરવમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *