પ્રક્રિયા ઓફલાઇન કરાવવા ધમપછાડા, ફાયર વિભાગનો સ્પષ્ટ જવાબ, સરકારમાં રજૂઆત કરો; જઘઙમાં કોઇ છૂટછાટ નહીં
નવરાત્રિ નજીક આવત જ ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યું છે. જેની સામે અર્વાચિન રાસોત્સવના આયોજકોએ પણ દર વર્ષની માફક તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મોટું વિધ્ન આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. સરકારની એસઓપી મુજબ દરેક ગરબા આયોજકોએ ફાયર એનઓસી લેવી ફરજિયાત છે. પરંતુ નિયમો કડક બનતા અને ફાયર એનઓસીની રજિસ્ટ્રેશન સહિતની તમામ કાર્યવાહી ઓનલાઇન અમલામાં મૂકાતા ગરબા આયોજકોની ઉંઘહરામ થઇ ગઇ છે. તેમજ હવે લાગવગ માટે સરકારનો સંપર્ક કરવો તેવુ ફાયર વિભાગે જણાવી દેતા અનેક ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઇ છે.
શહેરમાં ઠેક ઠેકાણે અર્વાચિન રાસોત્સવના આયોજનો કરવામાં માટે આયોજકોએ તૈયારી આરંભી છે. પરંતુ હવે ફાયર એનઓસી માટે ગુજરાત ફાયર સેફકી કોપ વેબસાઇટ ઉપર દરેક આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરવાનો નિયમ બનાવ્યો છે. એફએસસી મારફતે તમામ આયોજકોને ફાયર એનઓસી મળવા પાત્ર છે. પરંતુ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટી અંતર્ગત નવા કડક નિયમો સાથે એસઓપી જાહેર કરી છે. જેની અલમવારી વધુ મુશ્કેલ હોવાથી દરવખતે ઓફલાઇન અરજી કરી ફાયર વિભાગમાંથી છૂટછાટ મેળતા આયોજકોની ઉંઘ હરામ થઇ ગઇ છે.
આ મુદ્દે મનપાના ફાયર વિભાગના સૂત્રોએ જણાવેલ કે, અમૂક રાજકીય વગવાળા આયોજકો દ્વારા અગાઉ છૂટછાટ લેવામાં આવતી હતી. પરંતુ હવે નવા એસઓપી મુજબ કડક નિયમો લાગુ થતાં છૂટછાટ લીધા બાદ દુર્ઘટના સર્જાય ત્યારે દોશનો ટોપલો ફાયર વિભાગના અધિકારીઓ ઉપર ઢોળવામાં આવે છે. આથી સંપૂર્ણ કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. રાજ્ય સરકારના ગુજરાત ફાયર સેફટી કોપ પોર્ટલ ઉપર દરેક આયોજકોએ અરજી કરવાની રહેશે. ત્યારબાદ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી એસઓપી મુજબના નિયમોનુ પાલન કરવામાં આવ્યુ હસે તો પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કરી ફાયર એનઓસીની મંજૂરી અપાશે જેના પરથી સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલ ઉ5ર ફાયર એનઓસી મંજૂર કરવામાં આવશે આ તમામ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન થઇ જતા ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઇ છે.
મોટાભાગના આયોજકો રાજકીય ઓથવાળા, અધિકારીઓને દબાવવા પ્રયાસ
શહેરના અર્વાચિન ગરબા આયોજકો દ્વારા મેળવવામાં આવતી ફાયર એનઓસીની તમામ પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવામાં આવતા મોટાભાયના રાજકીય ઓથ ધરાવતા ગરબા આયોજકો દ્વારા અધિકારીઓને ફોન કરી એસઓપીમાં છૂટછાટ આપવામાં આવે તે રીતનું દબાણ કરવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરમાં યોજાતા મોટાભાગના અર્વાચિન રાસોત્સવમાં રાજકીય આગેવાનોતની પાટનરશીપ અથવા રાજકીય વગ ધરાવતા લોકોની ભાગીદારી હોય છે. તે સૈકોઇ જાણે છે. કારણકે સીધાસાદા લોકો રાસોત્સવનું આયોજક કરી શકતા નથી આથી આગામી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરનાર અનેક આયોજકોએ અધિકારીઓને નિયમોમાં છૂટછાટ આપવા માટે દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
