માળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!

સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સતાધારી પાર્ટી ભાજપની ટિકીટ લેવા લાઇનો લાગી છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિંયાણામાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે અને માળીયા મિંયાણા…

સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સતાધારી પાર્ટી ભાજપની ટિકીટ લેવા લાઇનો લાગી છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિંયાણામાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે અને માળીયા મિંયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી એક પણ નેતાએ ટિકિટ નહીં માગતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ’કમલમ’ ખાતે જ્યારે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. 2જી એપ્રિલે બપોરે 2:30થી 4:30 સુધી માળિયા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂૂપરેલીયા માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે દાવેદારોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાન કે કાર્યકર ટિકિટની માંગણી કરવા માટે ફરક્યા પણ નહોતા.

આ અજીબોગરીબ સ્થિતિ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માળિયા (મી) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં પૂરતા પ્રમાણમાં દાવેદારી પણ નોંધાઈ છે. જોકે, નગરપાલિકાની 24 બેઠકો માટે કોઈ દાવેદાર ન આવતા હાલ સંકલનની કાર્યવાહી ચાલી રહી છે.

હાલમાં કોઈ ઉમેદવાર સામે ન આવતા ભાજપના મોવડી મંડળ દ્વારા માળિયાના સ્થાનિક આગેવાનો સાથે બેઠકો અને સંકલન સાધવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ આશાવાદી છે કે ટૂંક સમયમાં જ આ મડાગાંઠ ઉકેલાશે અને 24 બેઠકો પર સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, આગામી દિવસોમાં માળિયા નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલવવા માટે કયા ચહેરાઓ સામે આવે છે અને પક્ષ કઈ રીતે આ “શૂન્યાવકાશ” ને ભરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *