ગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ

ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં…

ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક ખેડૂતને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપી સંગીતાએ ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો.

જ્યારે ખેડૂત ત્યાં પહોંચ્યો ત્યારે આરોપી ઇમરાન અને તેની માતાએ ખેડૂતને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ એમ પણ કહ્યું હતું કે તેમણે અગાઉ 9 મર્ડર કર્યા છે અને આ 10 મું થશે, અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.

આરોપીઓએ રૂૂમમાં ગોંધી રાખીને પહેલા 4000 રૂૂપિયા રોકડા પડાવી લીધા ત્યારબાદ 5 લાખ રૂૂપિયાની માંગણી કરી ખેડૂત પાસે રોકડા ન હોવાથી તેની 4 લાખ રૂૂપિયાની કિંમતની ક્રેટા (Creta) કાર બળજબરીથી પડાવી લીધી. ત્યારબાદ અન્ય એક આરોપી દશરથ સાથે મળીને ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કરી, બળજબરીથી લખાણ પર સહીઓ કરાવી લીધી હતી.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ 4 આરોપીઓ જેવાકે દશરથભાઈ જેન્તીભાઈ સરવૈયા (રહે. નવાગામ, રાજકોટ), ઇમરાન મહેમુદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), હસીનાબેન મહેમુદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), સંગીતાબેન મયુરભાઈ અગેચણીયા (રહે. નવાગામ, રાજકોટ) ને દબોચી લીધા હતા. અને પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની ક્રેટા કાર, એક સીએનજી રીક્ષા, એક એક્ટીવા, 5 મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલ છરી, રોકડા રૂૂપિયા 4000 અને લખાણ કરેલા કાગળો મળી કુલ રૂૂપિયા 5,51,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગોંડલ બી ડિવિઝન પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડવાની સાથે જ જાહેર જનતાને એક અપીલ પણ કરી છે. જો અન્ય કોઈ વ્યક્તિ આ આરોપીઓના હનીટ્રેપ કે બળજબરીથી પૈસા પડાવવાના ગુનાનો ભોગ બન્યા હોય, તો તેઓ મુક્તપણે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો રૂૂબરૂૂ અથવા તેમના ફોન નંબર 63596 25709 પર સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *