શિલ્પા શેટ્ટી હોસ્ટ કરશે ‘પ્યાર કા પ્રેશર કુકર’

ભારતનો આ પ્રથમ રિલેશનશિપ રિયાલિટી શો હશે શિલ્પા શેટ્ટી હવે નવો રિલેશનશિપ રિયલિટી શો ’પ્યાર કા પ્રેશર કુકર’ને હોસ્ટ કરતી જોવા મળશે. આ શોમાં એવાં…

ભારતનો આ પ્રથમ રિલેશનશિપ રિયાલિટી શો હશે

શિલ્પા શેટ્ટી હવે નવો રિલેશનશિપ રિયલિટી શો ’પ્યાર કા પ્રેશર કુકર’ને હોસ્ટ કરતી જોવા મળશે. આ શોમાં એવાં કપલ્સને એકસાથે લાવવામાં આવશે જેઓ પોતાના સંબંધોમાં એક એવા વળાંક પર આવીને અટવાઈ ગયાં છે જ્યાંથી આગળ વધવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. આ શો ટૂંક સમયમાં જિયોહોટસ્ટાર અને કલર્સ પર પ્રસારિત થશે.’પ્યાર કા પ્રેશર કુકર’માં એક જ ઘરમાં સાથે રહેવા દરમ્યાન સ્પર્ધકોએ એવા સવાલોના જવાબ આપવા પડશે જેનો જવાબ આપવાનું તેઓ અત્યાર સુધી ટાળતા આવ્યા છે.

આ પ્રોસેસમાં તેમનાં માતા-પિતા પણ સામેલ થશે. તેઓ સ્પર્ધકોને જરૂૂરી ’રિયલિટી ચેક’ આપશે, જેથી પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકે અને સંબંધો વિશેનું સત્ય સામે આવી શકે. એવો રિલેશનશિપ શો છે, જેમાં માતા-પિતા સ્પર્ધકોને ’રિયલિટી ચેક’ આપશે. આ શો કપલ્સની સાથે તેમનાં માતા-પિતા માટે પણ ઘણો રસપ્રદ રહેશે. આ એક એવો શો છે જે લોકોને ખરેખર જે વાત કહેવી હોય એ કહેવા માટે પ્રેરિત કરે છે. આ શોને હોસ્ટ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *