શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી જુગાર રમતા કુખ્યાત ઇભલા ખાટકી સહીત છ શખ્સોને ઝડપી પાડી પટમાંથી રૂા.32300ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના કોન્સ. રવિરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મોરબી રોડ પર ગણેશનગરમાં લાતી પ્લોટ પાછળ અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
જેમાં પતા ટીંચતો ગણેશનગરનો કુખ્યાત ઇબ્રાહીમ કરીમ કાથરોટીયા ઉર્ફે ઇભલો ખાટકી, ઉમેશ જગદીશભાઇ ડાભી (રે.ભગવતીપરા), નજીર અલ્લારખાભાઇ કસરીયા (રે.ભીલવાસ), પરેશ રમેશભાઇ વાઘેલા (રે.ગણેશનગર), ઇમરાન હુસેનભાઇ ચોટીયારા (રે.ભગવતીપરા) અને હુસેન ઉર્ફે લાખો જુમાભાઇ ઠેબા (રે.ભગવતીપરા)ને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.32300ની રોકડ કબજે કી બી.ડીવીઝન પોલીસ મથકમાં તમામ વિરૂધ્ધ જુગારધામ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જુગાર રમતા પકડાયેલો કુખ્યાત ઇભલા ખાટી વિરૂધ્ધ 40થી વધુ ગુના નોંધાયેલા છ અને 8 વખત પાસાની પણ હવા ખાઇ ચુકયો છે.
———-
