‘ગબ્બર’ પ્રેમ રંગમાં રંગાયો, ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેની તસવીર શેર કરી

શિખર ધવને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું ‘માય લવ’ શિખર ધવન ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ પ્રેમના મેદાન પર તેની નવી…

શિખર ધવને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું ‘માય લવ’

શિખર ધવન ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ પ્રેમના મેદાન પર તેની નવી ઈનિંગ્સ શરૂૂ થઈ ગઈ છે. શિખર ધવનને એક નવી ગર્લફ્રેન્ડ મળી છે, જેના વિશે તેણે આખી દુનિયાને જણાવ્યું છે. આ છોકરી સોફી શાઈન છે, જે ઘણા સમયથી શિખર ધવન સાથે જોવા મળી રહી છે. શિખર ધવને ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી, જેમાં તેણે પોતાનો અને સોફીનો એક ફોટો શેર કર્યો. આ ફોટા પર કેપ્શનમાં લખ્યું હતું, માય લવ.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર શિખર ધવન હાલમાં આયર્લેન્ડની સોફી શાઈન સાથે રિલેશનશિપમાં છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કરીને આ વાતનો ખુલાસો પણ કર્યો છે. શિખર ધવન ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન સોફી સાથે જોવા મળ્યો હતો. શિખર ધવન ફક્ત મેચ જોવા જ નહોતો આવ્યો પણ એક લગ્નમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન બંને સાથે જોવા મળ્યા હતા. શિખર ધવન સોફીની કમરની આસપાસ હાથ રાખીને જોવા મળ્યો હતો. ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેને જોયા પછી લોકો કહી રહ્યા હતા કે બંને પ્રેમમાં છે.

આ પહેલા શિખર ધવન અને સોફી ગયા વર્ષે પણ સાથે જોવા મળ્યા હતા. નવેમ્બર 2024માં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પણ, બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, જેના કારણે તેમના સંબંધોની અફવાઓ વધુ ફેલાઈ હતી. હવે શિખર ધવને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સોફી મૂળ આયર્લેન્ડની છે. શિખર ધવન અને સોફી સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરે છે. સોફીના 44 હજારથી વધુ ફોલોઅર્સ છે. સોફી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે પણ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *