બાળકો સહિત તમામ નાગરિકોને ઇન્ટરનેટ એકસેસનો મૂળભૂત અધિકાર: સુપ્રીમ

દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદામાં મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને તેને એક્સેસ કરવાનો અધિકાર પ્રત્યેક નાગરિકજેમાં બાળકો પણ સામેલ…

દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદામાં મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને તેને એક્સેસ કરવાનો અધિકાર પ્રત્યેક નાગરિકજેમાં બાળકો પણ સામેલ છેતેનો બંધારણીય મૂળભૂત અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે સ્પષ્ટ કર્યું છે કે બાળ સુરક્ષા અને બાળકોની સ્વતંત્રતા એકબીજાના વિરોધી નથી, પરંતુ બાળકો આ બંનેના હકદાર છે.
કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઓનલાઈન સેવાઓમાંથી બાળકોના શોષણ અને અપરાધ સામગ્રી (CSEAM) ને શોધીને દૂર કરવાની પદ્ધતિઓને વધુ મજબૂત કરવાના સંદર્ભમાં આ અવલોકનો કર્યા હતા.
અદાલતે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન પ્લેટફોર્મ્સ હાનિકારક સામગ્રીને રોકવામાં નિષ્ફળ જાય તેના કારણે બાળકોની ઇન્ટરનેટ એક્સેસ પર સંપૂર્ણ કે આડેધડ પ્રતિબંધ(blanket ban) મૂકવો એ અયોગ્ય છે. કોર્ટે ટાંક્યું હતું કે, “બાળકોને ઇન્ટરનેટથી વંચિત રાખવું એવું જ છે કે જાણે કોઈ ચોક્કસ વય નીચેના બાળકો પાસે રક્ષણ પાત્ર અંતરચેટના કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જ ન હોય.”

બેંચે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય બંધારણના આર્ટિકલ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) અને આર્ટિકલ 19(1)(ફ) (વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા) હેઠળ ઇન્ટરનેટ એક્સેસ મેળવવાનો અધિકાર દરેક વ્યક્તિને મળેલો છે. આ અધિકાર વય મર્યાદા જોયા વગર બાળકોને પણ સમાન રીતે લાગુ પડે છે.
કોર્ટે ડિજિટલ યુગમાં ઇન્ટરનેટના મહત્વને રેખાંકિત કરતા કહ્યું કે તે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ વિચારો, રચનાત્મક અભિવ્યક્તિ અને માહિતીનું બજાર છે. ખાસ કરીને દૂરસંચાર કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બાળકો માટે ઇન્ટરનેટ જ્ઞાન અને શિક્ષણ મેળવવાનો એકમાત્ર સ્ત્રોત બની ગયું છે.

આ ઉપરાંત, વિશેષ જરૂૂરિયાતો ધરાવતા દિવ્યાંગ બાળકો માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સ જ એકમાત્ર એવી જગ્યા હોય છે જ્યાં તેઓ સમાન પરિસ્થિતિનો સામનો કરી રહેલા અન્ય સાથીદારો સાથે જોડાઈ શકે છે અને સાથ મેળવી શકે છે.

સોશિયલ મીડિયાના જોખમો સામે રક્ષણ મેળવવા માટે કોર્ટે આડેધડ પ્રતિબંધો મૂકવાને બદલે વ્યવહારુ ઉપાયો સૂચવ્યા છે. સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે ખાસ ’ચાઇલ્ડ મોડ’ વિકસાવવો જોઈએ. કોર્ટે એ પણ જણાવ્યું કે બાળકોના ઓનલાઈન ઉપયોગ પર વાલીઓની મંજૂરી, માર્ગદર્શન અને દેખરેખ વધારવી અનિવાર્ય છે. સુરક્ષાના ઉપાયો હંમેશાં પ્રમાણસર હોવા જોઈએ, જેથી બાળકની સ્વતંત્રતા અને ગોપનીયતા જોખમાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *