ફન સ્ટ્રીટમાં ફુલ મોજ, બાળકો સાથે મોટેરા પણ ઉમટયા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે ખાસ એક દિવસની ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રેસકોર્સમાં આવેલી આર્ટ…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે ખાસ એક દિવસની ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરી નજીક મોબાઈલ ભૂલી બાળકોએ જૂની વિસરાયેલી 30 રમતોનો આનંદ માણ્યો હતો. અને ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસ સહિતની રમતોની રમઝટ જામી હતી.

બાળકો જ નહીં મોટેરાઓ પણ મોટી સંખ્યામાં વિસરાયેલી રમતોનો આનંદ માણવા પહોંચ્યા હતા. અને પરંપરાગત શેરી રમતોની મજા માણી હતી. દોરડા ખેંચ, કોથળા દોડ, ભમરડો, કુંડાળા, ચેસ, કેરમ ડાન્સ સહિતની વિવિધ ગેમ્સ જોઈને બાળકોને ખુબ આનંદ થયો છે. નાનાથી લઈને મોટેરા સુધી તમામ લોકો રમી શકે તેવી ગેમ્સનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *