ઓખા મંડળના મીઠાપુર પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ સંદર્ભેના એક ગુનામાં જૂનાગઢના બિલખા રોડ વિસ્તારમાં રહેતા ભીખા કરસન દાસા (ઉ.વ. 22) નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ઉપરોક્ત શખ્સ નાસતો ફરતો હતો.
આ આરોપી ખંભાળિયામાં આવ્યો હોવાની બાતમી એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળતા ઉપરોક્ત શખ્સને ઝડપી લઈ, વધુ તપાસ અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ શખ્સ સામે મીઠાપુર ઉપરાંત જુનાગઢ પોલીસ મથકમાં પણ ચાર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયાની સુચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
